દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર જીત, પંજાબ કિંગ્સને 9 વિકેટે હરાવ્યું
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 9 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ
કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. જવાબમાં
દિલ્હી કેપિટલ્સે 10.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. દિલ્હી
કેપિટલ્સે તેમના બોલરો અને ધમાકેદાર ઓપનર ડેવિડ વોર્નર અને પૃથ્વી શૉના શાનદાર
પ્રદર્શન સાથે બુધવારે આઈપીએલ મેચમાં પંજાબ કિંગ્સને નવ વિકેટે હરાવતાં સિઝનની
તેમની ત્રીજી જીત નોંધાવી હતી. દિલ્હીએ પંજાબને આ સિઝનમાં 20 ઓવરમાં તેમના સૌથી
ઓછા 115 રનના સ્કોર પર રોકી દીધું અને 10.3 ઓવરમાં એક વિકેટે 119 રન બનાવ્યા અને
57 બોલ બાકી રહેતા નવ વિકેટથી જંગી જીત નોંધાવી. દિલ્હીનો નેટ રન રેટ પ્લસ 0.942
પર પહોંચી ગયો છે અને તેઓ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પહેલા
બેટિંગ માટે બોલાવી હતી.
દિલ્હી કેપિટલ્સે તેમના બોલરોના શાનદાર
પ્રદર્શનના આધારે પંજાબ કિંગ્સને 115
રનમાં રોકી દીધું હતું. પંજાબ તરફથી વિકેટકીપર
જીતેશ શર્માએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી ખલીલ અહેમદ, લલિત યાદવે, અક્ષર પટેલ અને
કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ
કરી હતી. પરંતુ મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા દિલ્હી કેપિટલ્સ ટીમનો બીજો
વિદેશી ખેલાડી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
ન્યૂઝીલેન્ડના આ ખેલાડી પહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શને કોરોનાનો ચેપ
લાગ્યો હતો. જેનાથી તેની ટીમમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા છ થઈ ગઈ છે.