દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રને હરાવ્યું, Top 4 માં બનાવી લીધી જગ્યા
IPL 2022ની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17
રનથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
દિલ્હીની જીતથી RCBને નુકસાન થયું છે,
તેઓ ચોથા સ્થાનેથી પાંચમા સ્થાને આવી ગઈ છે. બીજી તરફ
પંજાબ કિંગ્સ આ સિઝનમાં 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. પ્રથમ બેટિંગ કરતા
દિલ્હીએ પંજાબ સામે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. માર્શે સૌથી વધુ 63 રનની ઇનિંગ
રમી હતી. આ સ્કોર સામે પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. આ
દરમિયાન શાર્દુલ ઠાકુરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
બીજી તરફ 7મી
હાર સાથે પંજાબ કિંગ્સની ટીમ હવે મહત્તમ 14 પોઈન્ટ સુધી જઈ શકશે. ટેબલમાં દિલ્હીની
ટીમ પાંચમા નંબરથી ચોથા નંબર પર આવી ગઈ છે. પહેલા રમતા દિલ્હીએ 7 વિકેટે 159 રનનો
સંઘર્ષપૂર્ણ સ્કોર બનાવ્યો હતો. મિચેલ માર્શે અડધી સદી ફટકારી હતી. જવાબમાં
પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. ફાસ્ટ બોલર શાર્દુલ
ઠાકુરે 4 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ટાર્ગેટનો
પીછો કરતા પંજાબ કિંગ્સે સારી શરૂઆત કરી હતી. શિખર ધવન અને જોની બેરસ્ટોએ ઝડપી
બેટિંગ કરી હતી. બંનેએ 3.5 ઓવરમાં 38 રન ઉમેર્યા હતા. બેયરસ્ટો 15 બોલમાં 28 રન
બનાવી ઝડપી બોલર એનરિક નોર્સિયાનો શિકાર બન્યો હતો. એક સમયે પંજાબનો સ્કોર એક
વિકેટે 53 રન હતો. આ પછી ટીમ ઠોકર ખાઈ ગઈ અને સ્કોર 67 રનમાં 6 વિકેટે થઈ ગયો.
એટલે કે ટીમે 14 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
શાર્દુલ
ઠાકુરે છઠ્ઠી ઓવરમાં પંજાબને બેવડો ઝટકો આપ્યો હતો. તેણે ધવન અને ભાનુકા
રાજપક્ષેને આઉટ કર્યા. ધવને 19 અને રાજપક્ષે 4 રન બનાવ્યા હતા. આ પછી 7મી ઓવરમાં
અક્ષર પટેલે મયંક અગ્રવાલને બોલ્ડ કર્યો હતો. તેઓ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
8મી ઓવરમાં કુલદીપ યાદવે લિયામ લિવિંગસ્ટોનને માત્ર 3 રનમાં પેવેલિયન મોકલી દીધો
હતો. કુલદીપે 10મી ઓવરમાં હરપ્રીત બ્રારને આઉટ કર્યો હતો. તેણે એક રન બનાવ્યો. આ
પછી ઋષિ ધવન પણ નિષ્ફળ રહ્યો હતો. તે 4 રન બનાવીને અક્ષરના બોલ પર બોલ્ડ થયો હતો.