રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો, CSKએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ફાફ ડુ પ્લેસિસની આગેવાની
હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ
વચ્ચે IPL 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ
એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ
મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોર પ્રથમ બેટિંગ કરશે. આ પહેલા પણ સીઝન-15માં
આ બંને ટીમો એકબીજા સાથે ટકરાઈ ચૂકી છે. જેમાં ચેન્નાઈએ
બેંગ્લોરને 23 રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. સતત ચાર હારનો સામનો કર્યા બાદ
ડિફેન્ડિંગ ચેમ્પિયન CSKની આ પ્રથમ જીત હતી. જો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો RCB 10 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે
ચેન્નાઈ 6 પોઈન્ટ સાથે 9મા સ્થાને છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાની ફ્રેન્ચાઈઝી માટે 200મી
મેચ રમશે. તે CSK માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. IPL 2022ની પાછલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23
રને હરાવ્યું હતું. આજે બદલો લેવા માટે RCBની નજર CSK પર
રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર
સુધી 29 મેચ રમાઈ છે, જેમાં ચેન્નાઈએ 19
મેચ જીતીને પ્રભુત્વ જમાવ્યું છે. RCBએ CSK સામે
માત્ર 9 મેચ જીતી છે અને બંને વચ્ચે એક મેચ ડ્રોમાં થઈ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
વિરાટ કોહલી, ફાફ
ડુ પ્લેસિસ (સી), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, દિનેશ
કાર્તિક (વિકેટ), શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, વનઈન્દુ
હસરંગા, હર્ષલ
પટેલ, મોહમ્મદ
સિરાજ, જોશ
હેઝલવુડ
ચેન્નાઈ સુપર કિંગ્સ
રૂતુરાજ ગાયકવાડ, ડેવોન
કોનવે, રોબિન
ઉથપ્પા, અંબાતી
રાયડુ, એમએસ
ધોની (C&W), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, ડ્વેન
પ્રિટોરિયસ, સિમરજીત સિંહ/ડ્વેન બ્રાવો, મુકેશ
ચૌધરી, મહેશ
દીક્ષા