ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
IPL 2022 ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને
ગુજરાત ટાઇટન્સ વચ્ચે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં
ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો અને તિક્ષાના ચેન્નાઈ તરફથી આજની મેચ રમી રહ્યા નથી.
તે જ સમયે, હાર્દિકે તેની ગુજરાતની ટીમમાં કોઈ
ફેરફાર કર્યો નથી. જ્યારે CSK
ટુર્નામેન્ટમાંથી બહાર છે, GT પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ
ટીમ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ 12માંથી 8 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. પ્લેઓફની રેસમાંથી બહાર
થઈ ગયેલા CSKની નજર હવે આગામી સિઝનની તૈયારીઓ પર
રહેશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ:
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મિશેલ સેન્ટનર, મોઈન અલી, એન જગદીસન, શિવમ દુબે, એમએસ ધોની (સી એન્ડ ડબલ્યુ), પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિશા પથિરાના, મુકેશ ચૌધરી.
ગુજરાત ટાઇટન્સઃ
રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મેથ્યુ વાડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અલઝારી જોસેફ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, આર સાઈ કિશોર, યશ દયાલ.