Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 209 રનનો ટાર્ગટ આપ્યો, કોનવેની શાનદાર ફિફ્ટી

IPL 2022 ની 55મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડ (41) અને ડેવોન કોનવે (87)એ પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરીને ચેન્નાઈને તોફાની શરૂઆત અપાવી હતી. આ પછી દુબેએ 32 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે, CSK ઠોકર ખાઈ ગઈ, જેના કારણે ટીમ 208ના સ્કોર સુધી જ પહોંચી શકી. ધોà
04:08 PM May 08, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની
55મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ
સુપર કિંગ્સ વચ્ચે
DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ
ગાયકવાડ (
41) અને
ડેવોન કોનવે (
87)
પ્રથમ વિકેટ માટે
110 રનની
ભાગીદારી કરીને ચેન્નાઈને તોફાની શરૂઆત અપાવી હતી. આ પછી દુબેએ
32 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતે,
CSK
ઠોકર ખાઈ ગઈ, જેના કારણે ટીમ 208ના સ્કોર સુધી જ પહોંચી શકી. ધોનીએ 8 બોલમાં 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિલ્હી
તરફથી નોરખિયાને ત્રણ અને ખલીલ અહેમદે બે વિકેટ ઝડપી હતી. ચેન્નાઈએ આ સિઝનમાં ચોથી
વખત
200 રનનો
આંકડો પાર કર્યો છે.


આ સાથે જ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ
પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જવાથી એક ડગલું દૂર છે. જો
CSK આજે હારી જાય છે, તો તેઓ IPL 2022 માંથી બહાર થનારી બીજી ટીમ બની જશે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલાથી જ
પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં
7 મેચ હારી છે. જો ટીમને દિલ્હી સામે બીજી હાર થશે તો CSK પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયેલી મુંબઈ ઈન્ડિયન્સ પછી બીજી ટીમ બની
જશે.
IPLમાં અત્યાર સુધીમાં ચેન્નાઈ સુપર
કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે
26 મેચ રમાઈ છે. CSK
16 મેચમાં જીત
મેળવી છે જ્યારે દિલ્હીની માત્ર
10 જીત થઈ છે.


ચેન્નાઈ સુપર કિંગ્સ:

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર),
ડ્વેન પ્રિટોરિયસ/ડ્વેન બ્રાવો, સિમરજીત સિંહ/શિવમ દુબે, મહેશ થેક્ષના,
મુકેશ ચોધાર.

દિલ્હી કેપિટલ્સ:

ડેવિડ વોર્નર, પૃથ્વી શો/મનદીપ સિંહ, મિશેલ માર્શ,
રિષભ પંત (C&W), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ/રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર,
એનરિક નોર્ટજે, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ.

Tags :
ChennaiSuperKingsDelhiCapitalsGujaratFirstIPL2022
Next Article