Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોનીની ટીમે મચાવી ધૂમ, હૈદરાબાદને આપ્યો જીત માટે 203 રનનો ટાર્ગેટ, ગાયકવાડની શાનદાર બેટિંગ

IPL 2022 ની 46મી મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. CSK માટે ગાયકવાડે 99 અને કોનવેએ અણનમ 85 રન બનાવ્યા હતા. ગાયકવાડ સિઝનની પ્રથમ સદી એક રનથી ચૂકી ગયો.. ચેન
03:55 PM May 01, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 46મી
મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે કેન વિલિયમસનની આગેવાની
હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ અને મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે
રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ
સામે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
CSK
માટે ગાયકવાડે 99 અને કોનવેએ અણનમ 85 રન
બનાવ્યા હતા. ગાયકવાડ સિઝનની પ્રથમ સદી એક રનથી ચૂકી ગયો.. ચેન્નાઈને બીજો ઝટકો પણ
ધોનીના રૂપમાં નટરાજને આપ્યો હતો. 20 ઓવરમાં ચેન્નાઈએ 2 વિકેટ ગુમાવીને 202 રન
બનાવ્યા હતા.

javascript:nicTemp();

સનરાઈઝર્સ હૈદરાબાદની કમાન કેન વિલિયમસન સંભાળી રહ્યા છે જ્યારે
ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ફરી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આવી ગઈ છે. આ
મેચના એક દિવસ પહેલા જ રવિન્દ્ર જાડેજાએ ધોનીને કેપ્ટન્સી સોંપી હતી. જાડેજાની
કપ્તાનીમાં
CSKને આઠમાંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.હૈદરાબાદ સામે ચેન્નાઈનું પલડું ભારે છે. ચેન્નાઈએ હૈદરાબાદ સામે કુલ 12 મેચ જીતી છે જ્યારે સનરાઈઝર્સ માત્ર પાંચ મેચ જીતી શકી છે. વર્તમાન
સિઝનમાં ધોની પ્રથમ વખત
CSKની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આઈપીએલની 15મી સિઝનની શરૂઆત પહેલા તેણે જાડેજાને
કેપ્ટનશિપ સોંપી હતી.
પરંતુ જાડેજા નેતૃત્વ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે જાડેજાએ ધોનીને
તેની કેપ્ટનશીપ પરત સોંપી દીદી છે.


ચેન્નાઈ સુપર કિંગ્સ:

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર),
ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી.


સનરાઇઝર્સ હૈદરાબાદ:

કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા,
રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંઘ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ટી. નટરાજન, માર્કો જાન્સેન, ઉમરાન મલિક.

Tags :
ChennaiSuperKingsGujaratFirstIPL2022msdhoniSunRisersHyderabad
Next Article