Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો

આઈપીએલની 15મી સીઝનની 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ચેન્નાઈની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. રોબિન ઉથપ્પા 15, ઋતુરાજે 16 રન બનાવીને આઉટ થયા હતા. ચેન્નાઈ તરફàª
ચેન્નાઈ સુપર
કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો

આઈપીએલની 15મી સીઝનની 17મી મેચ ચેન્નાઈ
સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ
રહી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે
નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. ચેન્નાઈની ટીમની શરૂઆત
ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. રોબિન ઉથપ્પા 15
, ઋતુરાજે 16 રન બનાવીને આઉટ થય હતા. ચેન્નાઈ તરફથી ઓલરાઉન્ડર મોઈન અલીએ 48 રન બનાવ્યા હતા.
ધોની 3 રન બનાવીને આઉટ થયો હતો અને જાડેજાએ 23 રન બનાવ્યા હતા. શિવમ દુબે 3 રન
બનાવીને આઉટ થયો હતો.

Advertisement

 

આ મેચમાં હૈદરાબાદની ટીમ બે ફેરફાર સાથે
આવી છે જ્યારે ચેન્નાઈની ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે.
SRH એ અબ્દુલ સમદ અને રોમારિયો શેફર્ડના સ્થાને શશાંક સિંહ અને
માર્કો જેન્સેનને પસંદ કર્યા છે
, જ્યારે ચેન્નાઈએ ડ્વેન પ્રિટોરિયસના સ્થાને
મહિષ થિકાક્ષનાને પસંદ કર્યા છે.

Advertisement

 

આ મેચ સાથે ચેન્નાઈ કે હૈદરાબાદની ટીમની
જીતનું ખાતું ખુલશે.
IPL 2022માં રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેન
વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદને એક પણ જીત મળી નથી. જ્યારે
CSK ત્રણ મેચ હારી છે, જ્યારે SRH બે મેચ હારી છે. આ રીતે જો આજે કોઈ ટીમ જીતશે તો આ
ટૂર્નામેન્ટમાં માત્ર બે જ ટીમો એવી હશે
, જેમની જીતનું ખાતું
પણ ખૂલ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ હજુ સુધી એક પણ મેચ જીત્યું નથી. 
ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે તેની IPLના સૌથી ખરાબ
તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચ
જીતી શકી નથી. ચેન્નાઈને તેની વ્યૂહરચના બદલવાની સખત જરૂર છે.
210નો સ્કોર બનાવ્યા
બાદ પણ જો ટીમને હારનો સામનો કરવો પડે છે તો બોલિંગ નબળી સાબિત થાય છે.

Advertisement

 

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન-

રોબિન ઉથપ્પા,
ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (c), શિવમ દુબે, એમએસ ધોની (wkt),
ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ થીક્ષાના અને
મુકેશ ચૌધરી

 

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન-

અભિષેક શર્મા,
કેન વિલિયમસન (c), રાહુલ ત્રિપાઠી,
એડન માર્કરામ, નિકોલસ પૂરન (wkt), શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર,
ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, ઉમરાન મલિક અને ટી
નટરાજન

 

Tags :
Advertisement

.