દિનેશ કાર્તિક અને શાહાબાઝની શાનદાર બેટિંગ, બેંગ્લોરે રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું
ઈન્ડિયન
પ્રીમિયર લીગ (IPL)
2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.
રાજસ્થાને બેંગ્લોરને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને
RCBએ
છેલ્લે પાર કરી લીધો હતો. આરસીબીએ રાજસ્થાન સામે 4 વિકેટે જીત મેળવી હતી, અંતે
હર્ષલ પટેલે સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. દિનેશ કાર્તિકે એક સમયે
પાછળ રહી ગયેલી RCB માટે ચમત્કાર કર્યો હતો. દિનેશ
કાર્તિકે તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી રમતને
ફેરવી નાખી હતી.
આ
મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોસ બટલરની 70
રનની ઇનિંગના આધારે રાજસ્થાને 169 રન બનાવ્યા હતા. આરસીબીએ આ મેચ 20મી
ઓવરમાં જીતી લીધી હતી. બેંગલુરુને મજબૂત શરૂઆત મળી હતી. કેપ્ટન
ફાફ અને અનુજ રાવતની જોડીએ પ્રથમ વિકેટ માટે 50 થી વધુ રન ઉમેર્યા. પરંતુ પ્રથમ વિકેટ
પડ્યા બાદ ટીમ સંપૂર્ણ રીતે ઢીલી પડી ગઈ અને 55-1થી સીધા 62 રનના
સ્કોર પર 4 વિકેટે
પહોંચી ગઈ.
આ
પછી શાહબાઝ અહેમદ અને શેફ્રેન રધરફોર્ડે સ્કોર 87 રન સુધી પહોંચાડ્યો હતો. દરમિયાન
રૂધરફોર્ડ 10 બોલમાં 5 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટ દ્વારા આઉટ થયો હતો. આ પછી દિનેશ
કાર્તિકે આક્રમક ઇનિંગ રમી હતી. તેણે 23 બોલમાં અણનમ 44 રન બનાવ્યા અને આરસીબીને
મેચમાં પરત લાવ્યા. 7 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો. છેલ્લી 5 ઓવરમાં ટીમને 45 રન
બનાવવાના હતા. શાહબાઝે પણ સારી ઇનિંગ રમી હતી.