પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીનો જંગ, ચેન્નાઈએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં આજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ચેન્નાઈ સુપર
કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. મયંક અગ્રવાલની ટીમ પંજાબ કિંગ્સ આ મેચમાં
જીતના ઈરાદા સાથે ઉતરશે. બીજી તરફ ટૂર્નામેન્ટમાં બે જીત મેળવ્યા બાદ CSKનો ઉત્સાહ વધારે છે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે. પંજાબ અને CSK
પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી
ખુબ જરૂરી છે.
જો આઈપીએલ 2022માં પંજાબ કિંગ્સ વિશે વાત કરીએ તો તેણે ટૂર્નામેન્ટમાં જોરદાર શરૂઆત
કરી હતી. મયંકની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 205 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. પરંતુ તે પછી પંજાબની ટીમ જીતનો સિલસિલો જાળવી શકી ન
હતી. અત્યારે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે. આ ટીમે ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે જેમાં 3માં જીત અને 4માં હાર થઈ છે. મયંક અગ્રવાલની ટીમની બોલિંગ ચિંતાનો વિષય છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ
આત્મવિશ્વાસથી ભરેલી છે. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લા બોલે મળેલી
જીત બાદ ટીમનું મનોબળ વધ્યું છે. એમએસ ધોની આ દિવસોમાં જૂના ફોર્મમાં છે. તે મેચ
ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે મુંબઈ સામે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને
પોતાની ટીમને જીત અપાવી હતી. જોકે IPL 2022માં
ચેન્નાઈની સફર ઘણી ખરાબ રહી છે. CSKએ આ સિઝનમાં 7 મેચ રમી છે જેમાં 2માં
જીત અને 5માં હાર થઈ છે. ચેન્નાઈની ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને
છે.
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન:
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, ઓડિયન સ્મિથ, કાગીસો રબાડા, રાહુલ ચાહર, વરુણ અરોરા, અર્શદીપ સિંહ.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન:
ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મિશેલ સેન્ટનર, અંબાતી રાયડુ, શિવમ દુબે, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રેટોરિયસ, મહેશ તિક્ષન, મુકેશ ચૌધરી.