હું ઇચ્છું છું કે IPL નો પર્પલ કેપનો ખિતાબ મારો મોટો ભાઇ જીતે: કુલદીપ યાદવ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચાઈનામેન બોલર કુલદીપ તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કોલકતા વિરુદ્ધ રમતા કુલદીપ યાદવે ટૂર્નામેન્ટની 41 મી મેચમાં 14 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જોકે, તેણે આ 4 વિકેટ માત્ર 3 ઓવરમાં જ મેળવી હતી. કુલદીપની ધારદાર બેટિંગના કારણે કોલકતાની ટીમ પ્રથમ બેટિં કરતા 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.યુઝવેન્દ્ર ચહલે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવની IPL 2022 માં વàª
09:54 AM Apr 29, 2022 IST
|
Vipul Pandya
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ચાઈનામેન બોલર કુલદીપ તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કોલકતા વિરુદ્ધ રમતા કુલદીપ યાદવે ટૂર્નામેન્ટની 41 મી મેચમાં 14 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જોકે, તેણે આ 4 વિકેટ માત્ર 3 ઓવરમાં જ મેળવી હતી. કુલદીપની ધારદાર બેટિંગના કારણે કોલકતાની ટીમ પ્રથમ બેટિં કરતા 9 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.
યુઝવેન્દ્ર ચહલે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવની IPL 2022 માં વાપસી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની ભૂતપૂર્વ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટ લીધી હતી. આ અવસર પર કુલદીપ યાદવ કહે છે કે તે ઈચ્છે છે કે તેનો મોટો ભાઈ યુઝવેન્દ્ર ચહલ IPL 2022ની પર્પલ કેપનો ખિતાબ મેળવે. કાંડાથી જાદુ બતાવતા સ્પિનર કુલદીપ યાદવે 'મોટા ભાઈ' યુઝવેન્દ્ર ચહલની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે, જેણે તેને કુલદીપ યાદવ 2.0 બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વિશ્વ ક્રિકેટ અને સ્પિનર્સની જોડીમાં આ જોડીને કોઈ ટક્કર આપી શકે તેમ નથી.
કુલદીપ યાદવ રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલને પોતાનો મોટો ભાઈ માને છે. કુલદીપ યાદવે કહ્યું, “આ મારા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ IPL સીઝન રહી છે. હું મારી બોલિંગનો આનંદ માણી રહ્યો છું. જ્યારે હું બોલિંગ કરું છું ત્યારે હું એ વિચારતો નથી કે બેટ્સમેન શું કરશે અને જો હું હીટ થઈશ તો શું કરીશ. મારું ધ્યાન હંમેશા યોગ્ય લાઇન અને લેન્થ પર રહ્યું છે. મારી યુઝવેન્દ્ર ચહલ સાથે ક્યારેય કોઈ સ્પર્ધા નથી. તે મારા મોટા ભાઈ જેવો છે અને તેણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. જ્યારે હું ઈજાગ્રસ્ત થયો ત્યારે તે મને પ્રોત્સાહિત કરતો હતો અને મને આશા છે કે તે આ સીઝનમાં પર્પલ કેપ જીતશે." યાદવના શબ્દો દર્શાવે છે કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો જાહેરમાં બચાવ કર્યો હતો.
Next Article