Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હૈદરાબાદે ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય, ચેન્નાઇ પહેલા કરશે બેટિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે તેની IPLના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી. ચેન્નાઈને તેની વ્યૂહરચના બદલવાની સખત જરૂર છે. 210નો સ્કોર બનાવ્યા બાદ પણ જો ટીમને હારનો સામનો કરવો પડે છે તો બોલિંગ નબળી સાબિત થાય છે. બંને કેપ્ટન મેદાનમાંં પહોંચી ગયા છે. રવિન્દ્ર જાડેજાએ ટોસ ઉછાળ્યો અને આ હૈદરાબાદના તરફેણમાં રહ્યો. હૈદરાબાદે ટોà
09:33 AM Apr 09, 2022 IST | Vipul Pandya
ચેન્નાઈ સુપર કિંગ્સ આ વર્ષે તેની IPLના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી. ચેન્નાઈને તેની વ્યૂહરચના બદલવાની સખત જરૂર છે. 210નો સ્કોર બનાવ્યા બાદ પણ જો ટીમને હારનો સામનો કરવો પડે છે તો બોલિંગ નબળી સાબિત થાય છે. 
બંને કેપ્ટન મેદાનમાંં પહોંચી ગયા છે. રવિન્દ્ર જાડેજાએ ટોસ ઉછાળ્યો અને આ હૈદરાબાદના તરફેણમાં રહ્યો. હૈદરાબાદે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અર્થ છે કે, ચેન્નાઇ સુપર કિંગ્સને બેટિંગ માટે પહેલા આવવાનું રહેશે.


છેલ્લી મેચમાં બોલરોએ અન્ય ટીમને 180 રન પર રોકી હતી પરંતુ ત્યારબાદ ટીમ 126 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ સાથે સંકળાયેલા મોઈન અલી, ક્રિસ જોર્ડન અને ડ્વેન બ્રાવો કોઈ ખાસ છાપ છોડી શક્યા નથી. આ મેચમાં હૈદરાબાદની ટીમ બે ફેરફાર સાથે આવી છે જ્યારે ચેન્નાઈની ટીમમાં એક ફેરફાર જોવા મળ્યો છે. SRH એ શશાંક સિંઘ અને માર્કો જેન્સેનને પસંદ કર્યા છે, જ્યારે ચેન્નાઈએ ડ્વેન પ્રિટોરિયસના સ્થાને મહેશ થીક્ષાને પસંદ કર્યો છે.
આ મેચ સાથે ચેન્નાઈ કે હૈદરાબાદની ટીમની જીતનું ખાતું ખુલશે. IPL 2022 માં, રવિન્દ્ર જાડેજાની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેન વિલિયમસનની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદને એક પણ જીત મળી નથી. જ્યારે CSK ત્રણ મેચ હારી છે, જ્યારે SRH બે મેચ હારી છે. આ રીતે જો આજે કોઈ ટીમ જીતશે તો આ ટૂર્નામેન્ટમાં માત્ર બે જ ટીમો એવી હશે, જેમની જીતનું ખાતું પણ ખૂલ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સ પણ હજુ સુધી એક પણ મેચ જીત્યું નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન-
રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા (c), શિવમ દુબે, એમએસ ધોની (wkt), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ થીક્ષાના અને મુકેશ ચૌધરી
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન-
અભિષેક શર્મા, કેન વિલિયમસન (c), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (wkt), શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સન, ઉમરાન મલિક અને ટી નટરાજન
Tags :
CricketCSKvsSRHGujaratFirstIPLIPL15IPL2022SportsToss
Next Article