Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટોસ જીતી ગુજરાતે પહેલા બેટિંગનો કર્યો નિર્ણય

IPL 2022ની 35મી મેચમાં KKR અને GTની ટીમ આમને-સામને છે. KKR સામે ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે KKR પહેલા બોલિંગ કરશે. અહીંથી ગુજરાતનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સ્પષ્ટ દેખાય છે. ગુજરાત હવે તેની બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટમાં આગળ વધવા ઈચ્છશે, જ્યારે બીજી તરફ કોલકાતા ટૂર્નામેન્ટમાં ટકી રહેવા કોઈપણ ભોગે આજની મેચ જીતવા ઈચ્છશે. KKR અત્યારે 8માં àª
09:41 AM Apr 23, 2022 IST | Vipul Pandya
IPL 2022ની 35મી મેચમાં KKR અને GTની ટીમ આમને-સામને છે. KKR સામે ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે KKR પહેલા બોલિંગ કરશે. અહીંથી ગુજરાતનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો સ્પષ્ટ દેખાય છે. 
ગુજરાત હવે તેની બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટમાં આગળ વધવા ઈચ્છશે, જ્યારે બીજી તરફ કોલકાતા ટૂર્નામેન્ટમાં ટકી રહેવા કોઈપણ ભોગે આજની મેચ જીતવા ઈચ્છશે. KKR અત્યારે 8માં સ્થાને છે. 

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (GT ​​vs KKR) વચ્ચેની આ લડાઈ ખૂબ જ રોમાંચક બનવા જઈ રહી છે અને હવે દરેકની નજર તેના પર છે. જોકે, મેચ પહેલા બંને ટીમના કેપ્ટન ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઉતર્યા હતા. ટોસ શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યાની હાજરીમાં થયો અને સિક્કો ગુજરાત ટાઇટન્સની કોર્ટમાં પડ્યો. ટોસ જીત્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જે બોલરો માટે સારી માનવામાં આવે છે. અહીં ઝડપી બોલરોને પણ બાઉન્સ મળે છે. ટીમો માટે 180 રનના લક્ષ્યનો પીછો કરવો ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ, આ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની પહેલી જ મેચમાં 200 પ્લસનો સ્કોર થયો હતો, જેનો RCB બચાવ કરી શક્યું ન હતું.
પિચ રિપોર્ટ
ડીવાય પાટિલ સ્ટેડિયમની પિચ પરથી બોલરોને સારો ઉછાળો મળે તેવી શક્યતા છે. જ્યારે સ્કોર 160-170 વચ્ચે રહેવાની ધારણ છે. અહીંની પિચ બોલરો અને બેટ્સમેનોને એક સરખી રીતે મદદ કરે તેવી શક્યતા છે. મેચ બપોરે હોવાથી ઝાકળ કોઇ ભૂમિકા ભજવશે નહીં. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઇ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 7 વખત જીત મેળવી છે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 5 વખત જીતી છે. 
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): 
રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ, હાર્દિક પંડ્યા (c), અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી

કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઇંગ ઇલેવન): 
વેંકટેશ ઐયર, એરોન ફિન્ચ, શ્રેયસ ઐયર (c), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, શેલ્ડન જેક્સન (wk), સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
Tags :
CricketGTvsKKRGujaratFirstIPLIPL15IPL2022SportsToss
Next Article