નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાર્દિક પંડ્યા એક નવા અવતારમાં મળ્યો જોવા
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમ જેમ IPLની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ ફ્રેન્ચાઈઝીની ગતિવિધિ પણ વધી ગઈ છે. રવિવારે, નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની ટીમની જર્સી લોન્ચ કરી. આ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. જેમા ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક નવા જ અવતાર જોવા મળ્યો હતો.હાર્દિક પંડ્યા નવàª
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમ જેમ IPLની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ ફ્રેન્ચાઈઝીની ગતિવિધિ પણ વધી ગઈ છે. રવિવારે, નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની ટીમની જર્સી લોન્ચ કરી. આ ભવ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. જેમા ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક નવા જ અવતાર જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યા નવા અવતાર સાથે
IPL 2022ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. નવી સીઝનમાં નવી ટીમો સાથે નવું સાહસ જોવા મળશે અને દરેક તેની રાહ જોઈ રહ્યા છે. તેમજ ટૂર્નામેન્ટની નવી ટીમના નવા કેપ્ટન કેવું પ્રદર્શન રહેશે તે અંગે પણ ઉત્સુકતા છે. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા જે પ્રથમ વખત કેપ્ટનશ્પ કરશે. હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પોતાની કેપ્ટનશિપની ફિલોસોફી બધાને જણાવી દીધી છે. આ સાથે બોલિંગને લઈને પણ અપડેટ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન ટીમના કેપ્ટન પંડ્યાએ કેપ્ટનશિપ વિશે વાત કરી હતી. પોતાની કેપ્ટનશિપની શૈલીનું વર્ણન કરતા હાર્દિકે કહ્યું કે, "સફળતા તેમની (ટીમની) હશે, નિષ્ફળતા મારી હશે. અમારી ભૂમિકા એ સુનિશ્ચિત કરવાની રહેશે કે ખેલાડીઓને જે પણ જવાબદારી મળે તેમાં તેઓ આરામદાયક હોય." હાર્દિક પંડ્યા ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ ફિટ થયા બાદ વાપસી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેની બોલિંગને લઈને સૌથી વધુ ઉત્સુકતા છે, જે ખૂબ ચર્ચાનો વિષય છે. આ અંગે જ્યારે હાર્દિકને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, આ સરપ્રાઈઝ હશે, તો તેને સરપ્રાઈઝ રહેવા દો.
ટીમની જર્સી લોન્ચ
ભવ્ય સમારોહમાં ટીમના હોમ સ્ટેટની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવવામાં આવ્યો હતો. BCCI સેક્રેટરી જય શાહ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. જય શાહ દ્વારા ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ, ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા, ગુજરાત ટાઇટન્સના ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકી અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે જર્સી લોન્ચ કરવામાં આવી હતી. IPL 2022 ટૂર્નામેન્ટ ગણતરીના દિવસોમાં શરૂ થશે ત્યારે હરાજીના થોડા દિવસો પહેલા જ અમદાવાદ IPL ફ્રેન્ચાઈઝી દ્વારા તેનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યા ઉપરાંત, ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાન અને શુભમન ગિલને પણ જાળવી રાખ્યા છે. હરાજીમાં ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં સારા ખેલાડીઓ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. CVC કેપિટલ્સે ગયા વર્ષે જ રૂ. 5625 કરોડમાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. ગુજરાત ટાઇટન્સ IPL 2022માં તેની પ્રથમ મેચ 28 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે.
Advertisement
ટીમનો સૌથી મોંઘો ખેલાડી લોકી ફર્ગ્યુસન
IPL 2022ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ગુજરાત ટાઇટન્સે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને રૂ. 10 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય ભારતીય સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાને પણ 9 કરોડ રૂપિયાની આશ્ચર્યજનક કિંમતે ખરીદ્યો છે. આ જ ફ્રેન્ચાઈઝીએ મોહમ્મદ શમી, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વિજય શંકર, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, ગુરકીરત સિંહ માન, વરુણ એરોન, અલઝારી જોસેફ જેવા અનુભવી ખેલાડીઓને પણ ખરીદ્યા છે.
આ છે ગુજરાત ટાઇટન્સની ટીમ
શુભમન ગિલ, મેથ્યુ વેડ, અભિનવ સદરંગાની, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, રશિદ ખાન, દર્શન નાલકાંડે, બી સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, ગુરકીરત માન, ડોમિનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, પ્રદીપ સાંગવાન, યશ દયાલ, મોહમ્મદ શમી, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, નૂર અહેમદ, વરુણ એરોન, અલઝારી જોસેફ, રહેમાનુલ્લા ગુરબાઝ.