ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલના શાનદાર 84 રન

શનિવારે
IPL 15 ની 10મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલની શાનદાર અડધી સદીને કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા.
ગુજરાત તરફથી શુભમન ગિલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેણે 46 બોલમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 31 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ તરફથી મુસ્તાફિઝુર રહેમાને ત્રણ વિકેટ ઝડપી હતી. ખલીલને બે વિકેટ
મળી હતી.
દિલ્હી
કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન):
પૃથ્વી
શો, ટિમ સેફર્ટ, મનદીપ
સિંહ, રિષભ પંત (w/c),
લલિત યાદવ, રોવમેન
પોવેલ, શાર્દુલ ઠાકુર, અક્ષર
પટેલ, કુલદીપ યાદવ, ખલીલ
અહેમદ, મુસ્તફિઝુર રહેમાન
ગુજરાત
ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન):
શુભમન
ગિલ, મેથ્યુ વેડ (wk),
વિજય શંકર, હાર્દિક
પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ
તેવટિયા, અભિનવ મનોહર સદારંગાની, રાશિદ
ખાન, લોકી ફર્ગ્યુસન, વરુણ
એરોન, મોહમ્મદ શમી