ગુજરાત ટાઇટન્સનું એન્થમ સોંગ ‘આવા દે’ લોન્ચ, ઘૂમ મચાવતું આ ગીત જોયું?
આવતીકાલથી આઇપીએલનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતની આઇપીએલ ગુજરાતીઓ માટે ખાસ છે. કારણ કે આ વર્ષે આઇપીએલમાં જે બે ટીમનો ઉમેરો થવાનો છે, તેમાં એક ટીમ ગુજરાતની પણ છે. તો બજી ટીમ લખનઉ છે. ત્યારે ‘ગુજરાત ટાઇટન્સ’ ટીમને આઇપીએલમાં રમતી જોવા માટે દરેક ગુજરાતીઓ આતુર છે. હમણા થોડા સમય પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ગુજરાત ટાઇટનિસ ટીમ માટેનું એન્à
Advertisement
આવતીકાલથી આઇપીએલનો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતની આઇપીએલ ગુજરાતીઓ માટે ખાસ છે. કારણ કે આ વર્ષે આઇપીએલમાં જે બે ટીમનો ઉમેરો થવાનો છે, તેમાં એક ટીમ ગુજરાતની પણ છે. તો બજી ટીમ લખનઉ છે. ત્યારે ‘ગુજરાત ટાઇટન્સ’ ટીમને આઇપીએલમાં રમતી જોવા માટે દરેક ગુજરાતીઓ આતુર છે. હમણા થોડા સમય પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ગુજરાત ટાઇટનિસ ટીમ માટેનું એન્થમ રિલીઝ કરાયું છે.
ટીમના ખેલાડીઓ અને ખાસ કરીને ચાહકોને પાનો ચડાવવા માટે બનાવેલું આ ટાઇટલ સોંગ ‘આવા દે’ લોકપ્રિય ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ ગાયુ છે. આ ગીત અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ગીતની અંદર ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ અને અન્ય ઘણા લોકો નજરે પડે છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ‘આવા દે’ કહીને પોતાના હરિફોને પડકાર ફેંકી રહ્યા છે. ગીતની શરુઆત ‘જય જય ગરવી ગુજરાત’ના નાદ સાથે થાય છે.
ગીતમાં કચ્છના રણથી લઇને, અમદાાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. હેર સલૂનથી લઇને રસ્તા પરની લારી. અમદાવાદની શેરીઓથી લઇને મહોલ્લાઓ દેખાડવામાં આવ્યા છે. તો મેદાનમાં ક્રિકેટ રમતા યુવાનો પણ દેખાઇ રહ્યા છે. સાથે જ આ ગીતમાં ગુજરાતી સંસ્કૃતિ અને અસ્મિતાની ઝલક પણ દેખાઇ રહી છે. ગીતના શબ્દો લોકોને જુસ્સો ચડાવવા માટે પુરતા છે.