Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત એક મેચ હાર્યું અને ટોપ 4માંથી Out, RCB હાર્યું અને ફરી થયું In

પ્રથમ બેટ્સમેનોની શાનદાર બેટિંગ અને બાદમાં બોલરોની ઘાતક બોલિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે બેંગ્લોરની સામે 216 રન બનાવ્યા હતા. બેંગલુરુને જીતવા માટે 217 રન બનાવવાના હતા. બેંગ્લોરની ટીમ 9 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. આ પરિણામ આવ્યા બાદ પોઈન્ટ્સ ટેબલમ
ગુજરાત એક મેચ હાર્યું અને ટોપ 4માંથી out  rcb હાર્યું અને ફરી થયું in
પ્રથમ બેટ્સમેનોની શાનદાર બેટિંગ અને બાદમાં બોલરોની ઘાતક બોલિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે IPL મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 23 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે બેંગ્લોરની સામે 216 રન બનાવ્યા હતા. બેંગલુરુને જીતવા માટે 217 રન બનાવવાના હતા. બેંગ્લોરની ટીમ 9 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. 
આ પરિણામ આવ્યા બાદ પોઈન્ટ્સ ટેબલમાં પણ મોટો ફેરફાર થયો છે. IPL 2022ની પહેલી જીત મેળવી ચેન્નાઈ સુપર કિંગ્સ હવે 10માંથી  9માં ક્રમે પહોંચી ગઇ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9માં ક્રમાંકેથી 10માં ક્રમે ખસી ગઇ છે. વળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBને ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 15મી સીઝનમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2022માં પ્રથમ મેચ હાર્યા બાદ અને ત્યારબાદ સતત ત્રણ મેચ જીતીને ટીમ ટોપ 4માં રહી હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 23 રનથી હાર્યા બાદ ટીમ ટોપ 4માંથી બહાર થઈ ગઈ છે. આ મેચ પહેલા પણ ટીમ ત્રીજા સ્થાને હતી, પરંતુ હવે તે પાંચમાં સ્થાને સરકી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ હવે ચોથા સ્થાને આવી ગયું છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ ટૂર્નામેન્ટની એક માત્ર મેચ હાર્યા બાદ ટોપ 4માંથી બહાર થઇ ગઇ હતી. જે હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ 5માં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઇ છે. IPL 2022 પોઈન્ટ ટેબલ પર રાજસ્થાન રોયલ્સનો કબજો હજુ પણ યથાવત છે, જેણે તેની ચારમાંથી ત્રણ મેચ સારા રન રેટ સાથે જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અહીં બીજા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, IPL 2022માં કુલ 21 મેચ રમાઈ છે. જે બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. IPLનું પ્રથમ ટાઇટલ જીતનાર રાજસ્થાન રોયલ્સની ટીમે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. KKRએ 5 મેચ રમી છે, જેમાં તેણે 3 જીતી છે અને 2 મેચ હારી છે. KKR પાસે પણ 6 પોઈન્ટ છે અને તે +0.446 નેટ રન રેટને કારણે બીજા નંબરે છે. IPLની નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લખનૌ સુપરની ટીમે અત્યાર સુધીમાં 5માંથી 3 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ જીતીને લખનૌની ટીમના કુલ 6 પોઈન્ટ છે અને તેણે ત્રીજુ સ્થાન કબજે કર્યું છે. જ્યારે હાર્દિક પંડ્યાની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટના પરાજય બાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનેથી 5માં સ્થાને પહોંચી હતી પરંતુ મંગળવારે RCB ની ટીમ CSK સામે હારી ગઇ હતી જેના કારણે તે હવે ચોથા સ્થાને પહોંચી ગઇ છે.  
Advertisement
Tags :
Advertisement

.