Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL ઈતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના,Video

રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ, રવિચંદ્રન અશ્વિન IPLના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બની ગયો છે જે રિટાયર્ડ હર્ટ થયો હોય, જો કે તે કોઈ ઈજા કે અન્ય કારણોસર થયું ન હતું. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, તેણે શિમરોન હેટમાયર સાથે ઇનિંગ્સને સંભાળી અને પાંચમી વિકેટ માટે 68 રન ઉમેર્યા.અશ્વિન 23 બોલમાં બે સિક્સરની મદદથી 28 રન પર રમી રહ્યો હતો, પરંતુ તે અચાનક રિટાયર્ડ આàª
ipl ઈતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના video
રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ, રવિચંદ્રન અશ્વિન IPLના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બની ગયો છે જે રિટાયર્ડ હર્ટ થયો હોય, જો કે તે કોઈ ઈજા કે અન્ય કારણોસર થયું ન હતું. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, તેણે શિમરોન હેટમાયર સાથે ઇનિંગ્સને સંભાળી અને પાંચમી વિકેટ માટે 68 રન ઉમેર્યા.
અશ્વિન 23 બોલમાં બે સિક્સરની મદદથી 28 રન પર રમી રહ્યો હતો, પરંતુ તે અચાનક રિટાયર્ડ આઉટ થઈ ગયો અને મેદાનની બહાર નીકળી ગયો. તેણે આ નિર્ણય વ્યૂહરચના તરીકે લીધો હતો, જેથી રિયાન પરાગ મેદાન પર આવી શકે અને ઝડપથી રન બનાવી શકે. અશ્વિનને અચાનક ડ્રેસિંગ રૂમ તરફ દોડતો જોઈને તેની ટીમના સાથી શિમરોન હેટમાયરને પણ વિશ્વાસ ન થયો. મેચ બાદ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ખુલાસો કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટે સીઝનની શરૂઆત પહેલા નિર્ણય લીધો હતો કે જો જરૂર પડશે તો ટીમ રિટાયર્ડ આઉટના વિકલ્પનો ઉપયોગ કરશે.
Advertisement

રાજસ્થાનની ટીમે લીગના 14-15 વર્ષના ઈતિહાસમાં એક નિયમનો ઉપયોગ કર્યો જે નિયમોના પુસ્તકમાં છે પરંતુ તેનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. IPL 2022 ની 20મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાને 18.2 ઓવર પછી ક્રિઝ પર રવિચંદ્રન અશ્વિનને રિટાયર્ડ આઉટ કર્યો હતો. જ્યારે અશ્વિને રિટાયર્ડ આઉટ થવાનું નક્કી કર્યું ત્યારે શિમરોન હેટમાયર બીજા છેડે ઊભો હતો. ઇનિંગ્સના વિરામ દરમિયાન, જ્યારે હેટમાયરને સમગ્ર ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેને આ વિશે કોઈ જાણ નથી. હેટમાયરે કહ્યું કે તેને પણ ખબર નથી કે અશ્વિન અચાનક ક્રિઝ છોડીને પેવેલિયનમાં કેમ ગયો.
રિટાયર્ડ હર્ટ અને રિટાયર્ડ આઉટ વચ્ચેનો તફાવત?
આ બંને નિયમોના કિસ્સામાં, તમે ઘણીવાર મૂંઝવણમાં પડી શકો છો. બંને સ્થિતિમાં બેટ્સમેનને ક્રિઝ છોડીને પાછા જવું પડે છે. પરંતુ ઈજાના કિસ્સામાં રિટાયર્ડ હર્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને રિટાયર્ડ આઉટ બેટિંગ ટીમ કોઈપણ સમયે  કરી શકે છે. બંને વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે રિટાયર્ડ હર્ટના કિસ્સામાં બેટ્સમેન બેટિંગમાં પાછો આવી શકે છે. પરંતુ રિટાયર્ડ આઉટ થયા બાદ બેટ્સમેન ફરીથી બેટિંગ કરવા માટે બહાર આવી શકતો નથી.
મેચની વાત કરીએ તો રાજસ્થાને લખનૌ સામે 3 રને રોમાંચક જીત મેળવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શિમરોન હેટમાયર (અણનમ 59)ની અડધી સદીના આધારે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટીમે 165 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 8 વિકેટે 162 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન તરફથી બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરના ક્વોટામાં 41 રન આપીને 4 વિકેટ લીધી હતી.
Tags :
Advertisement

.