Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક પછી એક હારથી નિરાશ મુંબઈ ઈન્ડિયન્સે કર્યો ટીમમાં મોટો ફેરફાર, હવે જીત નથી દૂર!

IPL ની આ 15મી સીઝન બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે સૌથી ખરાબ સાબિત થઇ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તે 8 મેચોમાંથી 2 મેચ જીતવામાં સફળ રહી છે, પરંતુ બીજી તરફ મુંબઈની ટીમ આ સીઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધી આ સીઝનમાં 8 મેચ રમી છે જેમા તે એક મેચમાં પણ જીત મેળવી શકી નથી. આજે સાંજે એકવાર ફરી મુંબઈની મેચ છે. આજે મુંબઈ ઈન્ડિયન્સનà
04:43 AM Apr 30, 2022 IST | Vipul Pandya
IPL ની આ 15મી સીઝન બે ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે સૌથી ખરાબ સાબિત થઇ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તે 8 મેચોમાંથી 2 મેચ જીતવામાં સફળ રહી છે, પરંતુ બીજી તરફ મુંબઈની ટીમ આ સીઝનમાં સૌથી ખરાબ પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. તેણે અત્યાર સુધી આ સીઝનમાં 8 મેચ રમી છે જેમા તે એક મેચમાં પણ જીત મેળવી શકી નથી. 
આજે સાંજે એકવાર ફરી મુંબઈની મેચ છે. આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રાજસ્થાન રોયલ્સની ટીમ સામે રમશે. બંને ટીમો વચ્ચે પોઈન્ટ્સ ટેબલમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જ્યા રાજસ્થાનની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને તો બીજી તરફ મુંબઈની ટીમ અંતિમ સ્થાને છે. આ સીઝનમાં હવે મુંબઈ માટે હવે કઇ ખાસ કરવા જેવું પણ રહ્યું નથી. જોકે, તે હવે તેની બાકીની મેચોને જીતવાના પ્રયત્ન સાથે મેદાને ઉતરશે. એક પછી એક આઠ મેચમાં હારથી નિરાશ મુંબઈ ઈન્ડિયન્સે હવે 33 વર્ષીય ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીને ટીમનો હિસ્સો બનાવ્યો છે. ખાસ વાત એ છે કે હરાજી દરમિયાન કુલકર્ણીને કોઈએ ખરીદ્યો જ ન હતો. તેથી તે આ સીઝનમાં સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યો હતો. હારથી નિરાશ થયેલા રોહિત શર્માએ ટીમની નબળી બોલિંગને મજબૂત કરવા કુલકર્ણીનો સંપર્ક કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્વોરેન્ટિન પૂર્ણ કર્યા પછી, તે શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ બની ગયો છે.
આજે સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ જોવા મળશે આમને-સામને


જો કુલકર્ણી નેટ સેશન દરમિયાન સારું પ્રદર્શન કરે છે તો તેને પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ બનાવી શકાય છે. મુંબઈએ જોફ્રા આર્ચર જેવા બોલરને ટીમમાં સામેલ કર્યો હતો પરંતુ ઈજાના કારણે તે આ સીઝનમાં રમી શકશે નહીં. જસપ્રીત બુમરાહ આ સીઝનમાં આઠ મેચમાં માત્ર પાંચ વિકેટ લઈ શક્યો છે. જયદેવ ઉનડકટ (પાંચ મેચમાં 190 રનમાં 6 વિકેટ) અને ડેનિયલ સેમ્સ (પાંચ મેચમાં 209 રનમાં 6 વિકેટ) પણ સામાન્ય પ્રદર્શન કરી શક્યા છે. આ સિવાય ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સ (પાંચ મેચમાં 190 રનમાં છ વિકેટ) અને બાસિલ થમ્પી (પાંચ મેચમાં 152 રનમાં પાંચ વિકેટ) પણ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. રિલે મેરેડિથનો ઉપયોગ બે મેચમાં થયો હતો પરંતુ તેણે 65 રન આપ્યા અને માત્ર ત્રણ વિકેટ લીધી હતી. મુંબઈ રણજી ટ્રોફી ટીમના નિયમિત ખેલાડી કુલકર્ણીને પણ IPLમાં રમવાનો અનુભવ છે. 2008માં IPLમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે 90 મેચ રમી જેમાં તેણે 86 વિકેટ ઝડપી. કુલકર્ણી મોટાભાગે રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો છે. જોકે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ માટે કેટલીક મેચો પણ રમી છે.
Tags :
CricketDhawalKulkarniGujaratFirstIPLIPL15IPL2022MIvsRRMumbaiIndiansCampPointsTableSports
Next Article