Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MI vs DC મેચ પહેલા દિનેશ કાર્તિકનું ટ્વિટ થયું વાયરલ, મુંબઈની જર્સીમાં જોવા મળ્યો RCBનો ખેલાડી

IPL 2022 ની 69મી મેચ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ અને રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. દરેકની નજર આ મેચ પર રહેશે કારણ કે MI vs DC મેચથી જ ચાહકોને પ્લેઓફમાં પહોંચવા માટેની ચોથી ટીમ વિશે જાણવા મળશે. જો દિલ્હી આજે આ મેચ જીતવામાં સફળ થશે તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે, જ્યારે મુંબઈ આ મેચમાં પંતની ટીમને હરાવશે તો રોયલ ચેલેન્જર્સ બેà
11:04 AM May 21, 2022 IST | Vipul Pandya

IPL 2022 ની 69મી મેચ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ અને રિષભ પંતની
દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. દરેકની નજર આ મેચ
પર રહેશે કારણ કે
MI vs DC મેચથી જ ચાહકોને પ્લેઓફમાં
પહોંચવા માટેની ચોથી ટીમ વિશે જાણવા મળશે. જો દિલ્હી આજે આ મેચ જીતવામાં સફળ થશે
તો તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે
, જ્યારે મુંબઈ આ મેચમાં પંતની
ટીમને હરાવશે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફની ટિકિટ મળશે. અત્યાર સુધી
ગુજરાત ટાઇટન્સ
, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ
પ્લેઓફમાં પહોંચી છે.


આરસીબીના દરેક ચાહકોની સાથે આખી ટીમની નજર
આ મેચ પર રહેશે.
MI
vs DC મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટ કીપર બેટ્સમેન
દિનેશ કાર્તિકનું ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કાર્તિકે તેના ઓફિશિયલ ટ્વિટર
એકાઉન્ટ પર એક જૂની તસવીર પોસ્ટ કરી છે જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરેલો
જોવા મળી રહ્યો છે. કાર્તિકની આ તસવીર સ્પષ્ટપણે દર્શાવે છે કે આજે મુંબઈને
RCBનું સંપૂર્ણ સમર્થન છે. આ તસવીર પોસ્ટ કરતાં કાર્તિકે લખ્યું હતું કે
"
Found this from the archives" કાર્તિકનું આ
ટ્વીટ થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયું. તમને જણાવી દઈએ કે
RCB
તેમની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં
16
પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, પરંતુ RCBના નેટ રન રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે જો આજે દિલ્હીની હાર
થાય તો જ ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.

 

Tags :
DineshKarthikGujaratFirstMIvsDCRoyalChallengersBangalore
Next Article