Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPL 2022 : ફાઇનલની ધૂમ, સમાપન સમારોહ શરૂ, રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની ફાઈનલ પહેલા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ધૂમ મચી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત એકસાથે 1.10 લાખ લોકો મેચ નિહાળશે. આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિત શાહ અને તેમની સાથે અનુરાગ ઠાકુર ભાગ લઈ રહ્યા છે. તો રણવિરસિંહ, એ.આર.રહેમાન પોતાના પર્ફોમન્સથ
ipl 2022   ફાઇનલની
ધૂમ  સમાપન સમારોહ શરૂ  રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની
ફાઈનલ પહેલા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદના નરેન્દ્ર
મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ધૂમ મચી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઈતિહાસમાં પહેલી વખત એકસાથે 1.
10 લાખ લોકો મેચ નિહાળશે. આ પ્રસંગે ભારતના ગૃહમંત્રી અમિત
શાહ અને તેમની સાથે અનુરાગ ઠાકુર ભાગ લઈ રહ્યા છે. તો રણવિરસિંહ, એ.આર.રહેમાન
પોતાના પર્ફોમન્સથી ધૂમ મચાવી રહ્યા છે.
ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન
અને બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આ સમાપન સમારોહનું ખાસ આકર્ષણ. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ અહીં ડાન્સ કરવા જઈ રહી છે. 

Advertisement

Advertisement

આ ઉપરાંત 10 રાજ્યોમાંથી લોક કલાકારો પણ આવશે જેઓ IPLની 10 ટીમોના રંગમાં
રંગાઈ જશે. આ ઈવેન્ટમાં સેલિબ્રિટી અને તમામ કલાકારો સહિત કુલ
700 લોકો પરફોર્મ કરશે.


Advertisement

IPL 2022માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બે મેચ રમાઈ છે. ગુજરાતે
બંને મેચ જીતી છે. ટુર્નામેન્ટની
24મી મેચ
રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જીટીએ આ મેચ
37 રનથી જીતી લીધી હતી, જ્યારે ક્વોલિફાયર 1માં જ્યારે બંને ટીમો સામસામે હતી ત્યારે ગુજરાતે મેચ
જીતી હતી અને આરઆરને
7 વિકેટથી
હરાવ્યું હતું.
IPL 2022માં નવી ટીમ ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે.
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમે
14માંથી 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. જીટીએ ક્વોલિફાયર 1માં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે
ફાઇનલમાં પણ ગુજરાતનો સામનો રાજસ્થાન સામે છે.


વર્ષ 2018માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી વખત સમાપન સમારોહ
યોજાયો હતો.
2019માં પુલવામા
હુમલા અને
2020-2021માં કોરોના
રોગચાળાને કારણે ઈવેન્ટ સ્થગિત કરવામાં આવી હતી.
IPL 2022 ના સમાપન સમારોહમાં ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં ટીમ ઈન્ડિયાની 75 વર્ષની સફરનું પ્રદર્શન કરવામાં આવશે.


મિસ્ટર પરફેક્ટ
આમિર ખાનનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. તેની ઓસ્કાર નોમિનેટેડ
ફિલ્મ લગાનમાં ભજવેલા તેના પાત્રને કોઈ કેવી રીતે ભૂલી શકે
, પરંતુ હવે આમિર ખાનનો આ પ્રેમ એક અલગ જ સ્તરે પહોંચી ગયો
છે.
IPL 2022ની ફાઈનલ
મેચમાં આમિર ખાન પણ ક્રિકેટ કોમેન્ટ્રી કરતો જોવા મળશે અને આ દરમિયાન નરેન્દ્ર
મોદી સ્ટેડિયમમાં તેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે.
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ, IPL અધ્યક્ષ બ્રજેશ પટેલ અને બોર્ડના અન્ય અધિકારીઓ સમાપન
સમારોહથી મેચના અંત સુધી સ્ટેડિયમમાં હાજર. સ્ટેડિયમમાં કેટલાક રાજકીય ચહેરાઓ પણ
જોવા મળી શકે છે. 

Tags :
Advertisement

.