Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધોનીની ટીમ IPLની શરૂઆત પહેલા મેદાનમાં ખૂબ કરી રહી છે પ્રેક્ટિસ, Video

IPL ક્યારે શરૂ થશે આજે આ ક્રિકેટ ફેનનો સવાલ છે. લોકો ખૂબ આતુરતાથી IPLની રાહ જોઇ રહ્યા છે. જોકે, IPLની 15મી સીઝન શરૂ થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આગામી સિઝન માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26
ધોનીની ટીમ iplની શરૂઆત પહેલા મેદાનમાં ખૂબ કરી રહી છે પ્રેક્ટિસ  video
Advertisement
IPL ક્યારે શરૂ થશે આજે આ ક્રિકેટ ફેનનો સવાલ છે. લોકો ખૂબ આતુરતાથી IPLની રાહ જોઇ રહ્યા છે. જોકે, IPLની 15મી સીઝન શરૂ થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આગામી સિઝન માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2022 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26 માર્ચે રમાશે. ધોનીની ટીમ હાલ સુરતમાં પોતાની પ્રેક્ટિસ કરી રહી છે.
બધાની નજર IPL 2022 પર છે, કારણ કે આ વખતે લોકોને IPLમાં 8 નહીં પરંતુ 10 ટીમો રમતા જોવા મળશે. આ ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે, જેમાં CSKના ખેલાડીઓ સતત મોટા શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટ્વીટ કરીને લખ્યું, “ગ્રાઉન્ડ ઝીરો, શ્રેષ્ઠ દૃશ્ય.

CSK હાલમાં લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત ખાતે તેની પ્રેક્ટિસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન્નાઈએ સુરતમાં જ પ્રેક્ટિસ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે અહીંની માટી મુંબઈના મેદાનની માટી જેવી જ છે, જ્યાં ચેન્નાઈએ તેની મેચો રમવાની છે. IPL 2022 ની લીગ તબક્કાની મેચો ચાર સ્ટેડિયમમાં રમાશે - મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ અને ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા, નવી મુંબઈમાં DY પાટિલ સ્ટેડિયમ અને પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ.
ધોનીની ટીમ CSK IPL ની સૌથી સફળ ટીમોમાંથી એક છે. CSK ચાર વખત IPL ટાઇટલ જીતી ચૂક્યું છે. ચાર વખતની વિજેતા બનેલી આ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણા મોટા ખેલાડીઓનો હાથ છે. ખાસ કરીને આ 3 ખેલાડીઓ કે જેઓ આ ટીમનો મહત્વનો ભાગ રહી ચૂક્યા છે.
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સ હંમેશા તેની સંતુલિત ટીમ માટે જાણીતી છે, જેની પાછળનું મુખ્ય કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. તે CSK માટે કરોડરજ્જુ સમાન છે જે ટીમને સાથે રાખે છે. તેની એક ખાસિયત એ છે કે તે પોતાની કેપ્ટનશિપમાં કોઇ પણ  સામાન્ય ખેલાડીને નિખારી દે છે અને જોત જોતામાં જ તેની કારકિર્દી સાતમાં આસમાને પહોંચી જાય છે.
ડ્વેન બ્રાવો
IPLમાં આ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની કોર ટીમનો ભાગ છે. ડ્વેન બ્રાવો ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સતત સારું પ્રદર્શન કરનાર છે. તે છેલ્લી ઓવરોમાં ટીમ માટે બોલિંગની જવાબદારી સંભાળે છે અને નીચલા ક્રમમાં નિષ્ફળ થયા વિના મહત્વપૂર્ણ રન બનાવવાનું કામ પણ કરે છે. આ જ કારણ છે કે, મહેન્દ્ર સિંહ ધોની પોતાની વધતી ઉંમરમાં પણ આ ખેલાડીને પોતાની સાથે રાખી રહ્યા છે.
ફાફ ડુ પ્લેસિસ
ડુ પ્લેસિસ IPLમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક રહ્યો છે. CSKના આ ભૂતપૂર્વ સ્ટારે 100 IPL મેચમાં 2935 રન બનાવ્યા છે. IPL 2021માં CSKની જીતની ઝુંબેશમાં ડુ પ્લેસિસની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તે હવે CSKનો ભાગ નથી, તે હવે RCB તરફથી રમતા જોવા મળશે. ગત સીઝનમાં ડુ પ્લેસિસે 16 મેચમાં 633 રન બનાવ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×