DC Vs KKR: કોલકાતાએ દિલ્હીને હરાવ્યું,સુનીલ નારાયણે બોલિંગમાં મચાવી ધૂમ
- કોલકાતા નાઈટ રાઈડર્સએ દિલ્હીને હરાવ્યું
- કોલકાતાએ પ્રથમ બેટિંગ 9 વિકેટે 204 રન બનાવ્યા
- ફાફ ડુ પ્લેસિસે 62 રનની શાનદાર ઈનિંગ રમી
DC Vs KKR : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 48મી મેચમાં કોલકાતાએ દિલ્હીને 14 રને હરાવ્યું. આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય (DC Vs KKR )લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, KKR ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 190 રન બનાવી શક્યું અને કોલકાતાએ 14 રનથી મેચ જીતી લીધી.
અક્ષર પટેલ ખૂબ જ નિરાશ જોવા મળ્યો
કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 190 રન બનાવી શકી અને કોલકાતાએ 14 રનથી મેચ જીતી લીધી. કોલકાતા તરફથી ફાફ ડુ પ્લેસિસે 62 રનની શાનદાર ઈનિંગ રમી. બોલિંગમાં સુનીલ નારાયણે 3 વિકેટ અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી. આ મેચમાં હાર બાદ દિલ્હીનો કેપ્ટન અક્ષર પટેલ ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો.
4 રને હારી ગયું દિલ્હી
અક્ષર પટેલે મેચ પછી કહ્યું કે "મને લાગે છે કે પાવરપ્લેમાં પિચની સ્થિતિ અને અમારી બોલિંગને ધ્યાનમાં લેતા, અમે 15-20 રન વધુ આપ્યા. અમે કેટલીક વિકેટો સરળતાથી ગુમાવી પણ દીધી. પરંતુ એક સારી વાત એ હતી કે પાવરપ્લે પછી અમે તેમને સારી રીતે રોકી દીધા.
આ પણ વાંચો -Vaibhav Suryavanshi એ રચ્યો ઈતિહાસ, 14 વર્ષના ખેલાડીએ ફટકારી ધમાકેદાર સદી
વિપરાજે કરી સારી બેટિંગ
બેટિંગની વાત કરીએ તો, કેટલાક બેટ્સમેન રન બનાવી શક્યા ન હતા, પરંતુ 2-3 ખેલાડીઓએ સારું યોગદાન આપ્યું અને અમે મેચને ખૂબ નજીક લઈ ગયા. જ્યારે વિપરાજ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આશા હતી. જો આશુતોષ પણ ત્યાં હોત તો કદાચ આપણે ફરીથી પહેલી મેચની જેમ અજાયબીઓ કરી શક્યા હોત.પોતાની ઈજા અંગે તેને કહ્યું, "પ્રેક્ટિસ દરમિયાન ડાઈવિંગને કારણે મારી સ્કિન છોલાઈ ગઈ હતી, પરંતુ સારી વાત એ છે કે હવે 3-4 દિવસનો વિરામ છે. આશા છે.
આ પણ વાંચો -Dushmantha Chameera એ હવામાં ઉડીને પકડ્યો કેચ, વાયરલ થયો VIDEO
દિલ્હીએ આ રીતે બેટિંગ કરી
205 રનના જવાબમાં દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. પહેલી ઓવરના બીજા બોલ પર અનુકુલ રોયે અભિષેક પોરેલને આઉટ કર્યો. આ પછી, કરુણ નાયર પણ 5મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધો. કરુણના બેટમાંથી ૧૫ રન આવ્યા. વૈભવ અરોરાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી, કેએલ રાહુલ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ કેએલ રાહુલ 7મી ઓવરમાં રન આઉટ થયો. રાહુલના બેટમાંથી ફક્ત 7 રન આવ્યા. જોકે, આ પછી કેપ્ટન અક્ષર પટેલ અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી. પરંતુ નરીને પહેલા અક્ષરને પેવેલિયન મોકલ્યો. અક્ષરે 43 રનની ઇનિંગ રમી. આ પછી, છેલ્લી કડી ફાફના રૂપમાં હતી, જેને નરૈને તેના ખાતાની છેલ્લી ઓવરમાં અને મેચની 16મી ઓવરમાં તોડી નાખી હતી. ફાફ પણ 62 રન બનાવીને આઉટ થયો હતો. દિલ્હી આ સતત ફટકામાંથી બહાર નીકળી શક્યું નહીં. દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને કોલકાતાએ મેચ જીતી લીધી.