CSK vs KKR : કોલકાતા નાઇટ રાઇડર્સની એક તરફી જીત
- કોલકાતાની 8 વીકેટથી મહાજીત
- ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈની શરમજનક હાર
- KKRએ 8 વિકેટથી મેચ પોતાના નામે કરી
CSK vs KKR : IPL 2025 ની 25મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે (CSK vs KKR)રમાઇ હતી.કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને ચેન્નાઈને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.CSK એ KKR માટે 104 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં KKRએ 8 વિકેટથી મેચ પોતાના નામે કરી.કોલકતાપોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું. KKR એ માત્ર 10.1 ઓવરમાં 104 રનના લક્ષ્યનો પીછો કર્યો. ચેપોકમાં ચેન્નાઈનો આ સૌથી મોટી હાર છે પહેલી વાર આ ટીમ ચેપોકમાં સતત ત્રણ મેચ હારી ગઈ છે. IPLની કોઈપણ સીઝનમાં પહેલી વાર ચેન્નઈએ સતત પાંચ મેચ હારી છે.
CSK ની ઇનિંગ્સનો અંત
શિવમ દુબેની 31 રનની ઇનિંગના આધારે CSK એ KKR ને 104 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં KKR એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુનીલ નારાયણના નેતૃત્વમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને CSK ને 20 ઓવરમાં નવ વિકેટે 103 રન પર રોકી દીધું. ચેપોક સ્ટેડિયમમાં IPLમાં કોઈપણ ટીમ દ્વારા આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ મેદાન પર અગાઉ 2019માં RCB CSK સામે 70 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. CSK તરફથી શિવમ દુબે સૌથી વધુ સ્કોર કર્યો હતો જેણે 29 બોલની પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા #CSKvsKKR
આ પણ વાંચો -RCB Vs DC: દિલ્હીની સતત પાંચમી જીત,બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું
KKRના બોલરોનો જાદૂ
KKR તરફથી, નરેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી. આ દરમિયાન, મોઈન અલી અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ લીધી.
આ પણ વાંચો -MS Dhoni: ધોની ફરી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન!
ચેપોક સ્ટેડિયમમાં સતત 3 મેચ હાર્યું
નોંધનીય છે કે, આઈપીએલની સિઝન 18માં ચેન્નઈ સુપર કિંગ્સની આ સતત પાંચમી હાર છે. CSKએ શાનદાર શરૂઆત કરતા મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતુ. જો કે ત્યાર બાદ સીએસકેની ટીમ સતત પાંચ મેચ હારી છે. આઈપીએલ ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે, જ્યારે સીએસકે સતત પાંચ મેચ હાર્યું હોય. એટલું જ નહીં ચેન્નઈ પહેલીવાર ચેપોક સ્ટેડિયમમાં સતત 3 મેચ હાર્યું છે. બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સની છ મેચમાં આ ત્રીજી જીત છે.