Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CSK Vs DC : દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું, વિપરાજએ બોલિંગમાં મચાવી ધૂમ

દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું દિલ્હીએ IPL 2025 માં જીતની હેટ્રિક નોંધાવી CSK ને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો CSK Vs DC: દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું છે. દિલ્હીએ IPL 2025 માં...
csk vs dc   દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું  વિપરાજએ બોલિંગમાં મચાવી ધૂમ
Advertisement
  • દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું
  • દિલ્હીએ IPL 2025 માં જીતની હેટ્રિક નોંધાવી
  • CSK ને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

CSK Vs DC: દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું છે. દિલ્હીએ IPL 2025 માં જીતની હેટ્રિક નોંધાવી છે,જ્યારે બીજી તરફ CSK ને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.ચેપોક મેદાન પર રમાયેલી આ મેચમાં દિલ્હીએ પ્રથમ (CSK Vs DC)બેટિંગ કરીને 183 રન બનાવ્યા,જેના જવાબમાં ચેન્નાઈની આખી ટીમ ફક્ત 158 રન જ બનાવી શકી હતી.વિજય શંકરે 69 રનની અડધી સદીની ઈનિંગ્સ રમી હતી,પરંતુ તેના સ્લો સ્ટ્રાઈક રેટથી ચેન્નાઈ ટીમને ભારે નુકસાન થયું. #MSDhoni

વિજય શંકરે ફટકારી અડધી સદી

ચેન્નાઈ સુપર કિંગ્સને 184 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં, યજમાન CSK ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે રચિન રવિન્દ્ર 3 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 5 રન અને ડેવોન કોનવે 13 રન બનાવીને આઉટ થયો. ચેન્નાઈએ 41 રનના સ્કોર સુધી 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પરિસ્થિતિમાં, ઓલરાઉન્ડર Vijay Shankar ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેને 69 રન બનાવ્યા પરંતુ આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 128 હતો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - MS Dhoni : ચેન્નાઈમાં મેચ જોવા પહોંચ્યા ધોનીના માતા-પિતા, ફેન્સ વચ્ચે શરૂ થઈ નિવૃતિની અટકળો

શંકર ડેથ ઓવરોમાં બોલને ટાઈમ કરી શક્યો નહીં

જ્યારે સામે 184 રનનો મોટો લક્ષ્યાંક હતો, ત્યારે વિજય શંકરને ઝડપી બેટિંગ કરવાની જરૂર હતી. પરંતુ તેને પોતાની ફિફ્ટી પૂર્ણ કરવા માટે 43 બોલ લીધા. ચેન્નઈને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 78 રનની જરૂર હતી, કારણ કે વિજય શંકર સેટ હતો, તેથી તે મોટા શોટ ફટકારવામાં સફળ રહ્યો. પરંતુ શંકર ડેથ ઓવરોમાં બોલને ટાઈમ કરી શક્યો નહીં.

આ પણ  વાંચો - NZ vs PAK : એક થ્રો અને બેટ્સમેન ઈજાગ્રસ્ત! ઇમામ-ઉલ-હકની હાલત ખરાબ

દિલ્હીએ ફટકારી જીતની હેટ્રિક

દિલ્હી કેપિટલ્સે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના જ ઘરમાં હરાવીને જીતની હેટ્રિક નોંધાવી છે. આ પહેલા દિલ્હીએ લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી, પછી સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું અને હવે CSK ને 33 રનથી હરાવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ પર 4 વિકેટથી જીત સાથે IPL 2025 ની શરૂઆત કરી. પરંતુ તે પછી, ધોનીની ટીમ આરસીબી, રાજસ્થાન રોયલ્સ અને હવે દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ છે

Tags :
Advertisement

.

×