CSKએ કર્યો મોટો ફેરફાર, ધોની નહીં પણ જાડેજા હશે ટીમનો કેપ્ટન
IPL ની 15મી સિઝનને હવે માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે દુનિયાની સૌથી મોટી લીગના શરૂ થાય તે પહેલા જ CSKએ એક મોટો ફેરફાર કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. જાણીને નવાઇ લાગશે પણ CSK ટીમની કેપ્ટન્સી ધોની નહીં પણ રવિન્દ્ર જાડેજા કરશે. આ CSKની ટીમ માટે જેટલું ચોંકાવનારું હશે તેના કરતા પણ વધારે ટીમના ફેન માટે ચોંકાવનારો નિર્ણય છે. નવી IPL સિઝનની શરૂઆત પહેલા ચાર વખત ચેન્નાઈને ખિતાબ અપાવનારા ધોનીએ સુકાની પદ છ
Advertisement
IPL ની 15મી સિઝનને હવે માત્ર 2 દિવસ જ બાકી છે ત્યારે દુનિયાની સૌથી મોટી લીગના શરૂ થાય તે પહેલા જ CSKએ એક મોટો ફેરફાર કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. જાણીને નવાઇ લાગશે પણ CSK ટીમની કેપ્ટન્સી ધોની નહીં પણ રવિન્દ્ર જાડેજા કરશે.
આ CSKની ટીમ માટે જેટલું ચોંકાવનારું હશે તેના કરતા પણ વધારે ટીમના ફેન માટે ચોંકાવનારો નિર્ણય છે. નવી IPL સિઝનની શરૂઆત પહેલા ચાર વખત ચેન્નાઈને ખિતાબ અપાવનારા ધોનીએ સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે. રવિન્દ્ર જાડેજા ટીમના નવા કેપ્ટન બનશે, તે 26 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની 15મી સિઝનમાં ટીમની કમાન સંભાળશે. ધોનીએ 2008 થી 2021 સુધી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરી છે. ધોનીની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે 12 સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 9 વખત ફાઇનલમાં પહોંચી હતી અને ચાર વખત ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.
Advertisement
વર્ષ 2021માં ચેન્નાઈએ ધોનીની કેપ્ટન્સીમાં ચોથી વખત IPLનો ખિતાબ જીત્યો હતો. ધોની IPL ઈતિહાસનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. જોકે, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ધોનીની સરખામણીએ વધુ ટાઇટલ જીત્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરનારો જાડેજા ત્રીજો ખેલાડી હશે. ધોની ઉપરાંત ચિન્ના થાલા તરીકે ઓળખાતા સુરેશ રૈનાએ ટીમની કમાન સંભાળી ચુક્યો છે. ધોની પંદરમી સિઝનમાં ચેન્નાઈ માટે ખેલાડી તરીકે ઉપલબ્ધ રહેશે.
નોંધનીય છે કે, તાજેતરમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, જાડેજા ધોનીની જગ્યાએ CSKની કેપ્ટનશિપ સંભાળી શકે છે. તેમણે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા જે રીતે વર્ષોથી એક ખેલાડી તરીકે પરિપક્વ થયો છે, જે રીતે તે તેની રમતના સંદર્ભમાં એડજસ્ટ થઈ રહ્યો છે અને જે રીતે તે મેચની પરિસ્થિતિઓને વાંચે છે તે એકદમ અદ્ભુત છે. જો જાડેજાને કેપ્ટનશિપની જવાબદારી મળે તો મને નવાઈ નહીં લાગે.
Advertisement