દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવતા આજની મેચ પર સંકટના વાદળો
IPL 2022 ની 32મી મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન
સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં કોરોના વિસ્ફોટના કારણે
આ મેચ પર મુશ્કેલીના વાદળો છવાયેલા છે. મેચના થોડા કલાકો પહેલા દિલ્હી કેપિટલ્સના
કેમ્પમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન ટિમ સેફર્ટનો
કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.નન્યુઝીલેન્ડના
કીપર-બેટ્સમેન ટિમ સીફર્ટનો કોવિડ-19 માટે પોઝિટિવ
ટેસ્ટ આવ્યો છે. તેણે ગઈકાલે બાકીની ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. ટિમ સીફર્ટ
દિલ્હી કેપિટલ્સના બીજા વિદેશી ખેલાડી છે જેને કોરોના થયો છે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ
માર્શને કોરોના પોઝિટિવ મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. દિલ્હીની
ટીમમાં સંક્રમિતોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. સોમવારે હાથ ધરાયેલી તપાસમાં
ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તપાસનો આગળનો રાઉન્ડ આજે થયો હતો. જેમાં ટિમ સીફર્ટનો કોવિડ પોઝિટિવ
હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા ટિમ
સેફર્ટનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી સ્થિતિમાં મેચ સ્થગિત થવાની શક્યતા
વધી ગઈ છે. કારણ કે કોવિડ કેસના કારણે પંજાબ અને દિલ્હી મેચના શેડ્યૂલમાં ફેરફાર
કરવામાં આવ્યો હતો. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દિલ્હી
કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમવાની હતી. પરંતુ હવે મુંબઈના બ્રેબોર્ન
સ્ટેડિયમમાં તેના નિર્ધારિત સમયે અને 20 એપ્રિલે જ
રમાશે. જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ ટીમનો એક ખેલાડી અને સપોર્ટ સ્ટાફના ચાર
સભ્યો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.