ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KKR-LSG વચ્ચે મુકાબલો, આજે ન મળી જીત તો કોલકતા પ્લેઓફથી થઇ જશે બહાર

IPL 2022ની 66મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટકરાશે. KKR અને LSG વચ્ચે મુકાબલો થશે, ત્યારે LSGનો હાથ ઉચો રહેશે. કારણ કે પોઈન્ટ્સ ટેબલમાં લખનૌની ટીમ કોલકતાની સરખામણીએ આગળ છે.લખનૌની ટીમ લગભગ પ્લેઓફમાં આવી જ ગઇ છે. તે 16 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા નંબરે છે. IPL 2022માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્à
11:57 AM May 18, 2022 IST | Vipul Pandya
IPL 2022ની 66મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટકરાશે. KKR અને LSG વચ્ચે મુકાબલો થશે, ત્યારે LSGનો હાથ ઉચો રહેશે. કારણ કે પોઈન્ટ્સ ટેબલમાં લખનૌની ટીમ કોલકતાની સરખામણીએ આગળ છે.
લખનૌની ટીમ લગભગ પ્લેઓફમાં આવી જ ગઇ છે. તે 16 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા નંબરે છે. IPL 2022માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ આમને-સામને જોવા મળશે. કોલકાતા માટે વિજય એકમાત્ર વિકલ્પ છે, જો કોલકાતા આજે હારી જશે તો તેની સફર પુરી થઈ જશે. લખનૌની વાત કરીએ તો, ટીમે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. આ મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. 
લખનૌની ટીમ આ સિઝનમાં 13 મેચ રમી છે, જેમાં તેણે આઠમાં જીત મેળવી છે અને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. વળી, કોલકાતાની ટીમ 13 મેચમાં માત્ર છ મેચ જીતી શકી છે. કોલકાતાના 12 પોઈન્ટ છે અને તે હવે કોઈ ચમત્કારથી જ પ્લેઓફમાં પહોંચી શકશે. જો કોલકાતા આજે જીતે છે, તો તેના 14 પોઈન્ટ હશે અને તે દિલ્હી (14 પોઈન્ટ) અને બેંગ્લોર (14 પોઈન્ટ)ની બરાબરી પર પહોંચી જશે.
જો દિલ્હી અને બેંગ્લોર તેમની મેચ હારી જાય છે તો નેટ રન રેટના આધારે તેઓ પ્લેઓફમાં ચોથી ટીમ બની શકે છે. પંજાબ અને હૈદરાબાદની ટીમ પણ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, પરંતુ આ બંને ટીમોનો રન રેટ એટલો સારો નથી. કોલકાતા અને લખનૌની ટીમો આ સિઝનમાં અગાઉ પણ આમને-સામને હતી, તે મેચમાં લખનૌએ કોલકાતાને 75 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. 177 રનનો પીછો કરતા કોલકાતાની ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બંને ટીમોની છેલ્લી મેચની વાત કરીએ તો કોલકાતાએ હૈદરાબાદને હરાવ્યું હતું જ્યારે લખનૌને રાજસ્થાને હરાવ્યું હતું.
ડીવાય પાટીલ સ્ટેડિયમની પિચની વાત કરીએ તો તે બોલિંગ અને બેટિંગ બંને વિભાગોને મદદ કરે તેવી શક્યતા છે. અહીં 160-170 રન બને તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં DY સ્ટેડિયમમાં વર્તમાન IPLની 19 મેચ રમાઈ છે, જેમાં બીજી ઇનિંગમાં 10 મેચમાંથી મોટાભાગની બેટિંગ કરનારી ટીમ જીતી છે. જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમ માત્ર 9 વખત જીતી શકી છે. અહીં ઝાકળની ભૂમિકા એટલી નહીં હોય. જોકે, ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022KKRvsLSGLSGvsKKRPlayOffSports
Next Article