Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર, શું પ્લેઓફમાં પહોંચી શકે છે લખનૌની ટીમ?

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જે જોવા મળ્યું તે લગભગ આ પહેલા જોવા મળ્યું નથી. જે ટીમ આ ટાઇટલને સૌથી વધુ વખત જીતી ચુક્યું છે તે આ ટૂર્નામેન્ટમાંથી સૌથી પહેલા જ બહાર થઇ ગઇ, વળી બીજી તરફ ધોનીની સેનાનો પણ જાદુ આ વર્ષે ફીંકો જ રહ્યો છે. રવિવારે ડબલ હેડર મેચોની પ્રથમ મેચમાં પ્લેઓફમાં પહોંચેલી ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવીને જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. જ્યારે
રાજસ્થાનની જીત બાદ પોઈન્ટ્સ ટેબલમાં ફેરફાર  શું પ્લેઓફમાં પહોંચી શકે છે લખનૌની ટીમ
આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જે જોવા મળ્યું તે લગભગ આ પહેલા જોવા મળ્યું નથી. જે ટીમ આ ટાઇટલને સૌથી વધુ વખત જીતી ચુક્યું છે તે આ ટૂર્નામેન્ટમાંથી સૌથી પહેલા જ બહાર થઇ ગઇ, વળી બીજી તરફ ધોનીની સેનાનો પણ જાદુ આ વર્ષે ફીંકો જ રહ્યો છે. રવિવારે ડબલ હેડર મેચોની પ્રથમ મેચમાં પ્લેઓફમાં પહોંચેલી ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવીને જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. જ્યારે દિવસની બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 24 રનથી જીત મેળવીને પ્લેઓફ તરફ વધુ એક પગલું ભર્યું હતું. 
IPL 2022 માં કુલ 10 ટીમો આમને-સામને હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ 15મી આવૃત્તિ હવે રોમાંચક વળાંક પર આવી ગઈ છે. પ્લેઓફ માટે દરેક મેચ નિર્ણાયક બની ગઈ છે. હવે દરેક મેચ પછી પોઈન્ટ ટેબલમાં થતા ફેરફારો સ્પષ્ટપણે જોવા મળશે. વળી પ્લેઓફની જંગમાં ગુજરાત ટાઇટન્સે પહેલા બાજી મારી દીધી છે. તે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઇ થઇ ગઇ છે. ટૂર્નામેન્ટમાં બે નવી ટીમોનું દબદબો જ જોવા મળ્યો હતો. એક ગુજરાત ટાઇટન્સ અને બીજી લખનૌ સુપર જાયન્ટ્સ છે. જોકે, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ થોડા સમય માટે તે પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર હતી, પરંતુ હવે આ ટીમ મેચ હારી રહી છે. કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌની ટીમ છેલ્લી ક્ષણે સતત બે મેચ હાર્યા બાદ ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે ટોચ પર રહીને પહેલાથી જ ક્વોલિફાય થઈ ગઈ છે. 
Advertisement

પોઇન્ટ્સ ટેબલ પર ગુજરાતની ટીમ 13 મેચમાં 10 જીત અને 20 પોઇન્ટ્ સાથે પહેલા ક્રમે છે. જ્યારે રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સે જીત મેળવ્યા બાદ પોઇન્ટ્સ ટેબલ પર બીજા નંબરે પહોંચી ગઇ છે. આ જીત સાથે રાજસ્થાનના 16 પોઈન્ટ થઈ ગયા છે અને સારા નેટ રેટના કારણે તે બીજા નંબરે પહોંચી ગઇ છે. જ્યારે ત્રીજા નંબરે સરકી ગયેલા લખનૌના પણ 16 પોઈન્ટ છે. બંને ટીમોએ હવે વધુ 1-1 મેચ રમવાની છે. ત્યારબાદ જ બંને ટીમોની સ્થિતિ નક્કી થશે. જો લખનૌની ટીમ તેની છેલ્લી બાકી રહેલી મેચ હારી જાય તો પણ તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. વાસ્તવમાં, ત્રણ ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), પંજાબ કિંગ્સ (PBKS) પણ પ્લેઓફના દરવાજા ખખડાવી રહી છે. RCB અત્યારે 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. જો તે તેની છેલ્લી મેચ જીતી જશે, તો તે 16 પોઈન્ટ સાથે મજબૂત દાવો રજૂ કરશે.
Tags :
Advertisement

.