Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રવિવારની ડબલ હેડર મેચ બાદ Points Tableમાં મોટો ફેરફાર, જાણો કોની પાસે છે પર્પલ-ઓરેન્જ કેપ

કેપ્ટન બદલાવાની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની જૂની સ્ટાઈલમાં દેખાવા લાગી છે. IPLની તાજેતરની મેચમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર વાપસી કરીને હૈદરાબાદને 13 રને પરાજય આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં CSKની આ સીઝનની પ્રથમ જીત છે. વળી બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે દિલ્હી વિરુદ્ધ જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ
રવિવારની ડબલ હેડર મેચ બાદ points tableમાં મોટો ફેરફાર  જાણો કોની પાસે છે પર્પલ ઓરેન્જ કેપ
કેપ્ટન બદલાવાની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની જૂની સ્ટાઈલમાં દેખાવા લાગી છે. IPLની તાજેતરની મેચમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર વાપસી કરીને હૈદરાબાદને 13 રને પરાજય આપ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં CSKની આ સીઝનની પ્રથમ જીત છે. વળી બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે દિલ્હી વિરુદ્ધ જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 46મી મેચમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 13 રને શાનદાર જીત મેળવી હતી. જોકે, આ જીત છતા, CSK 15મી સીઝનના પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પ્રથમ સ્થાને યથાવત છે. વળી રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી વિરુદ્ધ જીત મેળવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરનું સ્થાન મેળવી લીધુ છે. આમ IPL ની બે નવી ટીમો કે જે હાલમાં પોઇન્ટ્સ ટેબલ પર અનુક્રમે પહેલા અને બીજા નંબરે છે. જ્યારે IPLની સૌથી સફળ બે ટીમો હાલમાં બોટમમાં જોવા મળી રહી છે. 
મહત્વનું છે કે, ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે, જેના 9 મેચમાંથી 8 જીત સાથે 16 પોઈન્ટ છે અને તે ટોપ પર છે. બીજી તરફ, લખનૌ સુપરજાયન્ટ્સના 10 મેચમાંથી 7 જીત સાથે 14 પોઈન્ટ છે. આ સાથે તે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર રાજસ્થાન રોયલ્સની હાજરી છે, જેના 9 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની 9 મેચમાં 5 જીત છે. 10 પોઈન્ટ સાથે તે ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાને રહેલી RCBના 10 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. દિલ્હી કેપિટલ્સ 9 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ સાથે 6ઠ્ઠા સ્થાને છે. અને પંજાબ કિંગ્સ સાતમાં નંબરે છે અને KKR 9 મેચમાં ત્રણ જીત સાથે 6 પોઈન્ટ સાથે આઠમાં ક્રમે છે. આ સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સ 9 મેચમાં ત્રણ જીત સાથે 6 પોઈન્ટ સાથે નવમાં સ્થાને છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 મેચમાં એક જીત સાથે બે પોઈન્ટ મેળવી છેલ્લા સ્થાને છે.
IPL 2022 ઓરેન્જ કેપ:

ઓરેન્જ કેપની યાદીમાં જોસ બટલર અત્યાર સુધી 566 રન સાથે ટોપ પર છે. તેના પછી કેએલ રાહુલ, અભિષેક વર્મા, હાર્દિક પંડ્યા અને તિલક વર્મા આવે છે.
IPL 2022 પર્પલ કેપ:

પર્પલ કેપ્સની યાદીમાં, યુઝવેન્દ્ર ચહલ 2022 સીઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, ત્યારબાદ કુલદીપ યાદવ, ટી નટરાજન, વાનિદુ હસરંગા અને ઉમરાન મલિક છે.
Advertisement
Tags :
Advertisement

.