Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્યન અને અનન્યાને જોઇ યુઝર્સ બોલ્યા- ડ્રગ ગેંગ આજે જમીન પર હાજર

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની 8મી મેચમાં, KKR માલિક શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બહેન સુહાના અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. આર્યન ખાન સ્ટેન્ડમાં બેસીને ટીમને જોરદાર ચીયર કરતો જોવા મળ્યો હતો, જ્યારે સુહાના ખાન પણ કોલકાતા માટે ચીયર કરતી જોવા મળી હતી.અનન્યા પાંડેને આર્યન ખાન સાથે જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતà
02:32 AM Apr 02, 2022 IST | Vipul Pandya
કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2022 ની 8મી મેચમાં, KKR માલિક શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બહેન સુહાના અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે સાથે મેચનો આનંદ માણતો જોવા મળ્યો હતો. આર્યન ખાન સ્ટેન્ડમાં બેસીને ટીમને જોરદાર ચીયર કરતો જોવા મળ્યો હતો, જ્યારે સુહાના ખાન પણ કોલકાતા માટે ચીયર કરતી જોવા મળી હતી.
અનન્યા પાંડેને આર્યન ખાન સાથે જોઈને યૂઝર્સ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, 'ડ્રગ ગેંગ આજે જમીન પર હાજર છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'બે ડ્રગ માફિયા IPLની મજા માણી રહ્યા છે. તેમના હાવભાવ હજુ પણ એવા જ લાગે છે કે તેઓએ ડ્રગ્સ લીધું છે. અન્ય એક યુઝરે લખ્યું, 'ભાઈ આર્યન ખાન આટલી બધા ડ્રગ્સ ક્યાંથી સપ્લાય કરે છે?' વળી, કેટલાક અન્ય યુઝર્સ પણ આર્યન ખાન અને અનન્યા પાંડેને ટ્રોલ કરી રહ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો જેમાં અનન્યા પાંડેનું નામ પણ સામે આવ્યું હતું. 
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ પોતાની ટીમને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી હતી. સુહાના ખાન પણ મેગા ઓક્શન દરમિયાન જોવા મળી હતી જ્યારે તે તેના ભાઈ આર્યન ખાન સાથે મેગા ઓક્શનમાં જોડાઈ હતી. કોલકાતાની આ ત્રીજી મેચ છે, શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 18.2 ઓવરમાં 137 રન બનાવ્યા હતા જેના જવાબમાં કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે કોલકાતાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉમેશે ચાર ઓવરના ક્વોટામાં માત્ર 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
Tags :
ananyapandeyAryanKhanCricketGujaratFirstIPLIPL15IPL2022KKRvsPBKSSports
Next Article