અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આજે કરી શકે છે ડેબ્યૂ
IPL 2022 માં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ હાઈવોલ્ટેજ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આજની આ મેચમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજાએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમને એવો અહેસાસ થઈ રહ્યો છે કે અર્જુન
IPL 2022 માં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ હાઈવોલ્ટેજ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આજની આ મેચમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અજય જાડેજાએ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે તેમને એવો અહેસાસ થઈ રહ્યો છે કે અર્જુન તેંડુલકર આજની મેચમાં રમશે.
IPLમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમની છેલ્લી મેચ છે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ આઈપીએલ સિઝનમાં અત્યાર સુધી માત્ર 3 જ મેચમાં જીત મેળવી શકી છે. આ અર્થમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ આઈપીએલને જીત સાથે સમાપ્ત કરવા માગે છે. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આજે અર્જુન તેંડુલકર IPL ડેબ્યૂ કરતા જોવા મળી શકે છે, આ નિવેદન પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ આપ્યું છે. IPLની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું રહ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સે આ આઈપીએલમાં લગભગ તમામ યુવા ખેલાડીઓને તક આપી છે પરંતુ હજુ પણ અર્જુન તેંડુલકરને આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આવી સ્થિતિમાં દરેક મેચ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અર્જુન તેંડુલકર ડેબ્યૂ કરી શકે છે, અજય જાડેજાએ પણ આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે.
ક્રિકબઝ પર વાત કરતા અજય જાડેજાએ કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ પાસે ગુમાવવા માટે હવે કંઈ નથી. તેમણે આ સિઝનમાં દરેક યુવા ખેલાડીને તક આપી છે, તેથી તેણે અર્જુન તેંડુલકરને પણ તક આપવી જોઈએ જેથી ખબર પડી શકે કે તે કેવી રીતે રમે છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ એક અનોખો રેકોર્ડ પણ બનાવી શકે છે કારણ કે તેણે તમામ યુવા ખેલાડીઓને તક આપી છે. બીજી તરફ અજય જાડેજાનું માનવું છે કે આગામી સિઝનને ધ્યાનમાં રાખીને મુંબઈ ઈન્ડિયન્સે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ. ક્રિકબઝ પર વાતચીત દરમિયાન, તેમણે કહ્યું કે, "મુંબઈ ઈન્ડિયન્સ પાસે એક અનોખો રેકોર્ડ બનાવવાની તક છે જ્યાં તેઓ તેમના તમામ ખેલાડીઓને રમવાની તક આપી શકે છે. મુંબઈએ તેમના તમામ ખેલાડીઓને અજમાવ્યા છે અને મને લાગે છે કે આજે અર્જુન તેંડુલકર પણ રમશે. મને આશા છે કે જે ત્રણ યુવાનોને હજુ સુધી તક મળી નથી તેઓને આજે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે."
Advertisement