Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટોસ જીતી રોહિત શર્માએ પહેલા બોલિંગનો કર્યો નિર્ણય, જુઓ ટીમમાં શું છે ફેરફાર

આજે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવાની છે. રોહિત શર્મા અને લોકેશ રાહુલ કેપ્ટન તરીકે આમને-સામને છે. આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે.મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આરપારની જંગ બરાબર છે. આ પહેલા મુંબઈની ટીમ 5 મેચ રમી ચુકી છે અને તમામ મેચો ખરાબ રીતે હારી à
09:45 AM Apr 16, 2022 IST | Vipul Pandya
આજે ડબલ હેડરની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાવાની છે. રોહિત શર્મા અને લોકેશ રાહુલ કેપ્ટન તરીકે આમને-સામને છે. આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.


આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આરપારની જંગ બરાબર છે. આ પહેલા મુંબઈની ટીમ 5 મેચ રમી ચુકી છે અને તમામ મેચો ખરાબ રીતે હારી ચુકી છે. મહત્વનું છે કે, IPL 2022 ની 26મી મેચ ટૂંક સમયમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (MI vs LSG) વચ્ચે શરૂ થવા જઈ રહી છે. પરંતુ, તે પહેલા બંને કેપ્ટનની હાજરીમાં ટોસ પ્રક્રિયા કરવામાં આવી હતી. સુપર શનિવારની આ ડબલ હેડર મેચ ખૂબ જ રોમાંચક રહેવાની પૂરી સંભાવના છે. કારણ કે એક તરફ રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈને એક પણ જીત મળી નથી તો બીજી તરફ કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ 5માંથી 3 મેચ જીતીને આવી રહી છે. આવી સ્થિતિમાં, બ્લૂ આર્મી માટે પ્રથમ જીત એટલી સરળ નથી. જોકે, લખનૌની સામે મુંબઈ તેના પર પૂરો જોર લગાવતી જોવા મળશે. 
આ મેચના એક દિવસ પહેલા, મુંબઈ ઈન્ડિયન્સની એક સોશિયલ મીડિયા પોસ્ટ પછી, અટકળો લગાવવામાં આવી રહી હતી કે અર્જુન આ મેચથી IPL ડેબ્યૂ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા અર્જુન તેંડુલકરના પ્રેક્ટિસ સેશનનો ફોટો શેર કરતા મુંબઈ ઈન્ડિયન્સે કેપ્શનમાં લખ્યું, MI vs LSG મેચ દિમાગમાં ચાલી રહી છે. ફેબિયન એલનની વાત કરીએ તો તે અગાઉ IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે, પરંતુ આ વખતે તે પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. ફેબિયન એલને પણ આ આઈપીએલ સીઝન માટે પોતાના વાળને વાદળી રંગ્યા છે. ફેબિયનને પોલાર્ડે ડેબ્યૂ કેપ આપી હતી.

MI vs LSG વચ્ચેની આ મેચમાં, ચાહકો બ્લૂ આર્મી ટીમનું ખાતું ખોલતા જોવા માંગશે. IPL 2022માં અત્યાર સુધી એવો રેકોર્ડ બન્યો છે કે તમામ ટીમોના કેપ્ટનોએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચની શરૂઆત પહેલા જ બંને ટીમોના કેપ્ટન ટોસ પ્રક્રિયા માટે મુંબઈના બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ઉતર્યા હતા.

MI પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (c), ઇશાન કિશન (wkt), ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઇમલ મિલ્સ.
LSG પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (c), ક્વિન્ટન ડી કોક (wkt), મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, અવેશ ખાન, રવિ બિશ્નોઈ.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022MIvsLSGRohitSharmaSportsToss
Next Article