Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીની જીત બાદ પોઈન્ટ્સ ટેબલ અને ઓરેન્જ-પર્પલ કેપના ક્રમમાં થયો ફેરફાર, પૃથ્વી શોને થયો ફાયદો

IPLની 15મી સીઝનની 32મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 116 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે દિલ્હીએ 11મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. IPL 2022માં અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે. કેટલીક ટીમોએ અà
દિલ્હીની જીત બાદ પોઈન્ટ્સ ટેબલ અને ઓરેન્જ પર્પલ કેપના ક્રમમાં થયો ફેરફાર  પૃથ્વી શોને થયો ફાયદો

Advertisement

IPLની 15મી સીઝનની 32મી મેચ બુધવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે જીત માટે 116 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે દિલ્હીએ 11મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેચ બાદ પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. 
IPL 2022માં અત્યાર સુધીમાં કુલ 32 મેચ રમાઈ છે. કેટલીક ટીમોએ અત્યાર સુધીમાં 7 મેચ રમી છે જ્યારે અન્ય ટીમોએ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. ગઈકાલે રમાયેલી DC vs PBKS વચ્ચેની મેચને કારણે દિલ્હીને પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. દિલ્હી કેપિટલ્સ (DC) એ બુધવારે પંજાબ કિંગ્સ (PBKS) ને 9 વિકેટે હરાવીને તેમની ત્રીજી જીત નોંધાવી હતી. દિલ્હીની આ માત્ર છઠ્ઠી મેચ હતી અને હવે તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ જીત પહેલા દિલ્હીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS)થી નીચે 8માં સ્થાને હતી. દિલ્હીની ટીમના સારા પ્રદર્શનના આધારે પૃથ્વી શૉને ઓરેન્જ કેપમાં ફાયદો થયો છે જ્યારે કુલદીપ યાદવ અને ખલીલ અહેમદને પર્પલ કેપમાં ફાયદો થયો છે. આવી સ્થિતિમાં, જો આપણે IPL 2022માં કઈ ટીમ ટોચ પર છે તે જોવા માંગીએ છીએ, તો ચાલો IPL 2022ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ:
જો આ લીગમાં મનપસંદ ઓરેન્જ કેપ બેટ્સમેનોની યાદીની વાત કરીએ તો ગુરુવારે રમાયેલી મેચથી ઓરેન્જ કેપના ટોપ 5માં કોઇ ફેરફાર થયો નથી. જોકે, બેટ્સમેનોની આ યાદીમાં 20 બોલમાં 41 રન બનાવનાર પૃથ્વી શો ચોક્કસપણે આ સીઝનમાં પ્રથમ વખત ટોપ 10માં પ્રવેશ કરવામાં સફળ રહ્યો છે.  જોકે, આ ક્રમમાં જોસ બટલર આજે પણ પ્રથમ ક્રમ પર છે. 
દિલ્હીની જીત બાદ પર્પલ કેપમાં એક મોટો ફેરફરા થયો છે. પંજાબ સામે 2 વિકેટ લેનાર કુલદીપ યાદવ હવે પર્પલ કેપની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે તેના નામે 13 વિકેટ છે અને તે યુઝવેન્દ્ર ચહલથી એક ક્રમ પાછળ છે. આ ટૂર્નામેન્ટમાં યુઝવેન્દ્ર ચહલે કુલ 17 વિકેટ લીધી છે અને હાલમાં આ પર્પલ કેપ તેની પાસે છે. 
બુધવારની મેચની વાત કરીએ તો, ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ મળીને પાવરપ્લેમાં 81 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી કોઈ બોલર પાવરપ્લેમાં વિકેટ મેળવી શક્યો નહોતો. પાવરપ્લેમાં ડેવિડ વોર્નરે 36 અને પૃથ્વી શોએ 40 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પહેલી વિકેટ રાહુલ ચહરે પૃથ્વી શૉના રૂપમાં મેળવી હતી. પૃથ્વી શો 41 રને નાથન એલિસના હાથે કેચ આઉટ થયો હતો. જોકે, ડેવિડ વોર્નરે તેની બુદ્ધિશાળી ઇનિંગ્સ ચાલુ રાખી, અને અડધી સદી ફટકારી. ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાને મળીને દિલ્હીને ટાર્ગેટ સુધી પહોંચાડ્યું હતું. ડેવિડ વોર્નરે 30 બોલમાં 60 રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
Tags :
Advertisement

.