Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીની જીત બાદ પ્લેઓફની રેસ બની વધુ રોમાંચક, જાણો કોણ બનાવી શકે છે જગ્યા

IPL ની આ સીઝન ગુજરાત ટાઈટન્સ માટે અત્યાર સુધી સૌથી સારી રહી છે. આ વર્ષે બે ટીમો નવી જોવા મળી છે. જેમા એક ગુજરાત ટાઈટન્સ (GT) અને બીજી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG). IPL 2022 ની 64મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાની તકો જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા, ત્યારબાદ પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. પંજાબàª
દિલ્હીની જીત બાદ પ્લેઓફની રેસ બની વધુ રોમાંચક  જાણો કોણ બનાવી શકે છે જગ્યા
IPL ની આ સીઝન ગુજરાત ટાઈટન્સ માટે અત્યાર સુધી સૌથી સારી રહી છે. આ વર્ષે બે ટીમો નવી જોવા મળી છે. જેમા એક ગુજરાત ટાઈટન્સ (GT) અને બીજી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG). 
IPL 2022 ની 64મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 17 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાની તકો જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા, ત્યારબાદ પંજાબની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 142 રન જ બનાવી શકી હતી. પંજાબને હરાવીને દિલ્હીની ટીમે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર કબ્જો જમાવ્યો છે. દિલ્હીના હવે 13 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ છે. પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હીને છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જ્યારે પંજાબની ટીમ 13 મેચમાં 12 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર  જ થઈ ગઈ છે.
IPL 2022માં અત્યાર સુધી 64 મેચ રમાઇ છે અને હજુ પણ પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. માત્ર નવી ટીમ ગુજરાત ટાઈટન્સ જ આ ટૂર્નામેન્ટના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહી છે. બાકીના ત્રણ સ્થાનો માટે, હજુ પણ 7 ટીમો વચ્ચે સખત સ્પર્ધા થાય તેવી પૂરી સંભાવના છે. સોમવારે જ પંજાબ કિંગ્સને 17 રનથી હરાવીને દિલ્હી હવે ટોપ-4માં પહોંચી ગયું છે. તેના ટોપ-4માં પહોંચ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલીઓ વધી ગઇ છે કારણ કે ટીમ હવે પાંચમાં નંબરે સરકી ગઇ છે. આ પછી પણ બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. જોકે, આ વખતે આ ટીમને આવવું એટલુ પણ સરળ દેખાઇ રહ્યું નથી. અહીં દિલ્હી દ્વારા હાર મળ્યા બાદ પંજાબની ટીમ લગભગ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. 
RCB માટે પ્લેઓફની કેટલી છે આશા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ વખતે એક નવા કેપ્ટન સાથે ટૂર્નામેન્ટમાં ઉતરી. જેની અસર તેમની બેટિંગ અને બોલિંગમાં સ્પષ્ટપણે જોવા મળી છે. સોમવારે પંજાબ વિરુદ્ધ દિલ્હીની જીત બાદ તે પોઇન્ટ્સ ટેબલ પર ચોથા નંબરે આવી ગઇ છે અને બેંગ્લોરની ટીમ એક સ્થાન સરકાઇ ગઇ છે અને પાંચમાં ક્રમે આવી ગઇ છે. ટીમ 13 મેચમાં 7 જીત અને 6 હાર સાથે 14 પોઇન્ટ ધરાવે છે. પરંતુ અહીં નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આરસીબી માટે તે માઈનસમાં છે. હવે અહીં RCBએ આગામી મેચ જે ગુજરાત ટાઈટન્સ સામે છે તે જીતવી પડશે ત્યારે તેને 16 પોઈન્ટ મળશે. ત્યારે તે પ્લેઓફ માટે સારી સ્થિતિમાં હશે.
KKR માટે પ્લેઓફની કેટલી છે આશા
કોલકતા નાઇટ રાઇડર્સની ટીમે પણ આ વર્ષે તેમનો કેપ્ટન બદલ્યો છે. આ વખતે શ્રેયસ ઐયર આ ટીમની કેપ્ટનસીપ કરતો જોવા મળી રહ્યો છે. ટીમ હાલમાં 13 મેચમાં 6 જીત અને 7 હાર સાથે 12 પોઈન્ટ્સ ધરાવે છે. જ્યારે ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે 16 પોઈન્ટ્સની જરૂર છે. જ્યારે ટીમે ગ્રૂપ સ્ટેજમાં હજુ માત્ર 1 મેચ રમવાની છે, અને પ્લેઓફમાં પહોંચવાની તકો જીવંત રાખવા માટે કોઈપણ ભોગે તે મેચ જીતવી પડશે. KKRના 12 પોઈન્ટ છે, અને જો તે આગામી મેચ જીતશે તો તેના 14 પોઈન્ટ થશે. KKR માટે સારી વાત એ છે કે ટીમનો નેટ રન રેટ પ્લસમાં છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ કોઇ પણ સંજોગોમાં જીતવી જરૂરી છે. આ પછી પણ KKRનું ભવિષ્ય નેટ રન રેટ અને અન્ય ટીમોની હાર અને જીત પછી નક્કી થશે.
PBKS માટે પ્લેઓફની કેટલી છે આશા
આપણે પહેલા જ કહ્યા તે મુજબ પંજાબ કિંગ્સની પ્લેઓફમાં પહોંચવાની નહીંવત જ ગણાઇ રહી છે. કારણ કે, આ ટીમના 13 મેચમાં 6 જીત અને 7 હાર સાથે 12 પોઈન્ટ્સ છે, પરંતુ ટીમનો નેટ રન રેટ માઇનસમાં છે. વળી ટીમ આગળ એક મેચ રમવાની છે અને જો તે મેચ પંજાબ જીતી પણ લે છે તો પણ તેના ખરાબ નેટ રન રેટના કારણે તેના પ્લેઓફમાંથી નીકળવાના ચાન્સ સૌથી વધારે  છે. 

SRH માટે પ્લેઓફની કેટલી છે આશા
કેન વિલિયમસનની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 12 મેચ રમી છે, જેમાંથી ટીમને 5માં જીત અને 7માં હાર મળી છે. શરૂઆતમાં સારું પ્રદર્શન કરનારી ટીમ સતત છેલ્લી 5 મેચ હારી ગઈ છે, જો તેમ ન બન્યું હોત તો આજે ટીમ આવી સ્થિતિમાં ન હોત કે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની જાય. હૈદરાબાદના હવે 10 પોઈન્ટ છે અને 2 મેચ બાકી છે. ટીમ કુલ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો આમ થાય તો પણ પ્લેઓફમાં જવું કે નહીં તે સારા નેટ રન રેટ અને અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
Advertisement
Tags :
Advertisement

.