CSKની હાર બાદ આ ખેલાડી બન્યા પર્પલ અને ઓરેન્જ કેપના હકદાર
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટૂર્નામેન્ટની 11મી મેચ રમાઇ હતી. જેમા ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. CSK vs PBKS મેચ પછી, ચાલો તમને ઓરેન્જ-પર્પલ યાદી વિશે પણ જણાવીએ....રવિવારે CSK vs PBKSની મેચમાં ટોસ જીતીને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મયંક અગ્રવાલની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પરંત
07:17 AM Apr 04, 2022 IST
|
Vipul Pandya
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટૂર્નામેન્ટની 11મી મેચ રમાઇ હતી. જેમા ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. CSK vs PBKS મેચ પછી, ચાલો તમને ઓરેન્જ-પર્પલ યાદી વિશે પણ જણાવીએ....
રવિવારે CSK vs PBKSની મેચમાં ટોસ જીતીને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અનુસાર પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મયંક અગ્રવાલની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ, લિયામ લિવિંગસ્ટોન અને ધવનની ઈનિંગ્સને કારણે પંજાબે ચેન્નાઈ સામે જીત માટે 181/8નો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં CSK 128 રનમાં ઓલ આઉટ થઇ ગઇ અને 54 રનથી મેચ હારી ગઇ. આ સતત ત્રીજી હાર સાથે ચેન્નાઈનું ખાતું પણ હજું ખુલ્યું નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (CSK vs PBKS) વચ્ચે રમાયેલી આ મેચ બાદ ઓરેન્જ કેપની યાદીમાં મોટો ફેરફાર થયો છે. CSK માટે 57 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમાનાર શિવમ દુબે ત્રીજા સ્થાને આવી ગયો છે. વળી ઇશાન કિશન પ્રથમ સ્થાન પર યથાવત છે. રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર બીજા સ્થાને યથાવત છે. આ સાથે રવિવારની મેચમાં 60 રન બનાવનાર લિયામ લિવિંગસ્ટોનને પણ મોટો ફાયદો થયો છે. ટોપ-5 ખેલાડીઓની યાદીમાં પ્રવેશ કરીને તેણે સીધા ચોથા સ્થાન પર જગ્યા બનાવી લીધી છે.
જ્યારે રાજસ્થાન રોયવ્સનો કેપ્ટન સંજૂ સેમસન ટોપ-5 બેટ્સમેનોની રેસમાંથી બહાર થઇ ગયો છે અને KKRનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ આ યાદીમાંથી બહાર થઇ ગયો છે. તમે આ પોઇન્ટ ટેબલમાં અન્ય ખેલાડીઓની યાદી જોઇ શકો છો. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ (CSK vs PBKS) વચ્ચે રમાયેલી આ શાનદાર મેચ બાદ પર્પલ કેપ રેસમાં મોટો ફેરફાર થયો છે. રાહુલ ચહરે આ મેચમાં 3 વિકેટ લઇને આ યાદીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
આ સાથે જ તે સીધો બીજા નંબર પર આવી ગયો છે. જ્યારે RCBના સ્પિન બોલર વાનિન્દુ હસરંગાને ટોપ-5ની રેસમાંથી બહાર થવું પડ્યું હતું. જો કે કોલકાતાનો ઉમેશ યાદવ હજુ પણ 3 મેચમાં 8 વિકેટ લઈને ટોપ પર છે. તમે આ પોઈન્ટ ટેબલમાં બાકીના બોલરોની સ્થિતિ જોઈ શકો છો.
Next Article