Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઈની ટીમ માટે વર્ષોથી રમ્યા, હવે તેને જ હરાવવા મેદાને ઉતરશે હાર્દિક પંડ્યા

આજે IPL 2022ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધીમાં ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટમાં 10 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને માત્ર 1 માં જ તેને જીત મળી છે. આ બંને ટીમ વચ્ચેનો તફાવત પોઇન્ટ્સ ટેબલ પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પોઇન્ટ્સ ટેબલમાં જ્યા
મુંબઈની ટીમ માટે વર્ષોથી રમ્યા  હવે તેને જ હરાવવા મેદાને ઉતરશે હાર્દિક પંડ્યા
આજે IPL 2022ની 51મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધીમાં ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટમાં 10 મેચ રમી છે અને 8માં જીત મેળવી છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને માત્ર 1 માં જ તેને જીત મળી છે. 
આ બંને ટીમ વચ્ચેનો તફાવત પોઇન્ટ્સ ટેબલ પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. પોઇન્ટ્સ ટેબલમાં જ્યા ગુજરાતની ટીમ ટોપ પર છે તો બીજી તરફ મુંબઈની ટીમ અંતિમ સ્થાને એટલે કે 10માં નંબર પર છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે. હવે મુંબઈ ફક્ત ઈજ્જત બચાવવા માટે લડી રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક ક્રિકેટ પ્રેમીઓને લાગતું હશે કે આજની મેચ થોડી ઓછી રોમાંચક રહેશે, પરંતુ આ દરમિયાન એક એવી વસ્તુ છે, જે આ મેચનો રોમાંચ વધારી રહી છે. મહત્વનું છે કે, આજની મેચમાં ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જ ટીમને હરાવવા મેદાને ઉતરશે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સને હરાવવા માંગતો નથી. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સ તેની જૂની ટીમ છે. તેણે IPL રમવાનું શરૂ કર્યું ત્યારથી લઈને છેલ્લી સીઝન સુધી હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય ખેલાડી રહ્યો હતો. 
ક્રિકેટના તમામ દિગ્ગજો પણ અનુમાન લગાવતા હતા કે, જો મુંબઈ ઈન્ડિયન્સ ચાર ખેલાડીઓને રિટેન કરશે તો હાર્દિક પંડ્યાનું નામ ચોક્કસ હશે, પરંતુ એવું થયું નહીં. મુંબઈને રિટેન ન કર્યો અને આ વખતની નવી ટીમ ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં જગ્યા આપી. જગ્યા જ નહીં તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો. હાર્દિક પંડ્યાએ પણ મુંબઈ દ્વારા જાળવી ન રાખવા બદલ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. હવે હાર્દિક પંડ્યા પહેલીવાર કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતો જોવા મળશે. જે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં તે અત્યાર સુધી રમતો હતો તે હવે તેની સામે કેપ્ટનશીપ કરશે. તેથી તેની રમત જોવી ખૂબ જ રસપ્રદ રહેશે.
બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની પીચ સારી છે અને બેટિંગ મૈત્રીપૂર્ણ છે. પરંતુ પીચ પર જેમ જેમ રમત આગળ વધશે તેમ પીચ બોલરોને પણ મદદ કરશે અને સ્પિન બોલરોને પણ મદદ મળશે. અહીં બીજી બેટિંગ કરવી ટીમ માટે સારો નિર્ણય હોઈ શકે છે. આજના તાપમાનની વાત કરીએ તો, મુંબઈનું મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાન વેબસાઈટ accuweather અનુસાર, મેચ દરમિયાન મેદાન વાદળછાયું (8 ટકા) રહેશે. 43 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મેચ દરમિયાન તોફાન આવવાની કોઈ શક્યતા નથી. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
Advertisement
Tags :
Advertisement

.