ટૂર્નામેન્ટની ચાર મેચ બાદ હવે ઓરેન્જ અને પર્પલ કેપની જંગ શરૂ
ફેન્સની મનપસંદ લીગ IPLની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચથી જ રોમાંચ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. IPLની આ સીઝનની ચોથી મેચ સોમવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમા ગુજરાત ટાઇટન્સની ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. ટૂર્નામેન્ટની ચાર મેચ રમાઇ ચુકી છે. વળી હવે ખેલાડીઓ વચ્ચે રન અને વિકેટને લઇને યુદ્ધ પણ શરૂ થઇ ગયું છે. જેમાં પ્રથમ મેચથી જ કેટલાક ખેલાડીàª
10:28 AM Mar 29, 2022 IST
|
Vipul Pandya
ફેન્સની મનપસંદ લીગ IPLની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચથી જ રોમાંચ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. IPLની આ સીઝનની ચોથી મેચ સોમવારે લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમા ગુજરાત ટાઇટન્સની ટીમે જીત સાથે શરૂઆત કરી હતી.
ટૂર્નામેન્ટની ચાર મેચ રમાઇ ચુકી છે. વળી હવે ખેલાડીઓ વચ્ચે રન અને વિકેટને લઇને યુદ્ધ પણ શરૂ થઇ ગયું છે. જેમાં પ્રથમ મેચથી જ કેટલાક ખેલાડીઓ એકબીજાને પછાડવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. IPLની આ ચોથી મેચ બાદ સૌથી વધુ રન બનાવનારના માથા પર ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનારના માથા પર પર્પલ કેપ જોવા મળશે. જેનો પ્રારંભ થઇ ચુક્યો છે. IPLની 15મી સીઝનમાં જ્યાં ઓરેન્જ કેપ એટલે કે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાફ ડુ પ્લેસિસ પ્રથમ મેચમાં 88 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. ડુ પ્લેસિસે પંજાબ કિંગ્સ સામે રમી આ શાનદાર ઇનિંગ રમી હતી. ડુ પ્લેસિસ આ રેસમાં 81 રન બનાવનાર ઈશાન કિશનને ટક્કર આપી રહ્યો છે. બીજી તરફ દીપક હુડ્ડા 55 રન સાથે ત્રીજા સ્થાને છે.
ઓરેન્જ કેપ બાદ હવે વાત કરીએ પર્પલ કેપની તો આ યાદીમાં ઘણા ખેલાડીઓએ પોતાની પ્રથમ મેચ બાદ 3-3 સફળતા મેળવી છે. પરંતુ સારી ઇકોનોમીના આધારે પર્પલ કેપ પર દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવનું રાજ છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની પ્રથમ મેચમાં કુલદીપ યાદવે માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ પછી આ લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સનો મોહમ્મદ શમી અને ચેન્નાઇ સુપર કિંગ્સનો ડ્વેન બ્રાવો છે, આ બંનેની 3-3 વિકેટ છે.
Next Article