Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીની જીત બાદ વોર્નરે એકવાર ફરી કર્યો ફિલ્મ પુષ્પાનો સિગ્નેચર પોઝ, Video

IPL 2022માં પણ ફિલ્મ પુષ્પાની સિગ્નેચર સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 જોઈ રહ્યા છો, તો તમે જોયું જ હશે કે ડેવિડ વોર્નરે અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. બુધવારે પંજાબ કિંગ્સ સામે બોલરોને આઉટ કર્યા બાદ ડેવિડ વોર્નર (અણનમ 60)ની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં નવ વિકેટે આસાનીથી જીત નોંધાવી હતી. મેચ પછી, જ્યારે વà
03:40 AM Apr 21, 2022 IST | Vipul Pandya
IPL 2022માં પણ ફિલ્મ પુષ્પાની સિગ્નેચર સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 જોઈ રહ્યા છો, તો તમે જોયું જ હશે કે ડેવિડ વોર્નરે અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. 
બુધવારે પંજાબ કિંગ્સ સામે બોલરોને આઉટ કર્યા બાદ ડેવિડ વોર્નર (અણનમ 60)ની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં નવ વિકેટે આસાનીથી જીત નોંધાવી હતી. મેચ પછી, જ્યારે વોર્નર દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે ફિલ્મ 'પુષ્પા'ના સિગ્નેચર પોઝમાં 'ઝુનકેગા નહીં...'ની ઝલક જોવા મળી હતી. મહત્વનું છે કે, ડેવિડ વોર્નરને બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મો ખૂબ જ પસંદ છે. જો તમે તેને ફોલો કરો છો, તો તમે નોંધ્યું હશે કે, ગત સિઝન સુધી વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો અને ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોના ગીતો પર તેના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહ્યો છે. 

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે બુધવારે પંજાબ કિંગ્સ સામે જીત નોંધાવ્યા બાદ કહ્યું કે, મેચ પહેલા કોવિડ-19 કેસની શરૂઆત થયા બાદ તે અંગે ઘણી અનિશ્ચિતતા હતી કે આ મેચ થશે કે નહીં. અહીં પંતે તેના ત્રણ સ્પિનરોના પ્રદર્શનની પ્રશંસા કરી, જેના કારણે ટીમ પંજાબ કિંગ્સને 115 રનમાં સમેટવામાં સફળ રહી. તેણે ઓપનર ડેવિડ વોર્નર (60 અણનમ) અને પૃથ્વી શૉના પ્રદર્શનની પણ પ્રશંસા કરી, જેની મદદથી ટીમે 10.3 ઓવરમાં નવ વિકેટે આસાનીથી જીત નોંધાવી. સવારે કરવામાં આવેલા કોવિડ-19 ટેસ્ટમાં દિલ્હી કેપિટલ્સનો ટિમ સીફર્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો, જેના કારણે મેચના આયોજન અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટને મેચ બાદ કહ્યું કે, કોવિડને લઈને ઘણી શંકા છે. ખેલાડીઓ પણ શંકાના દાયરામાં હતા. અમે પણ થોડા નર્વસ હતા કારણ કે એવી ચર્ચા હતી કે તે રદ થઈ શકે છે. પરંતુ અમે એક ટીમ તરીકે વાત કરી અને અમારું ધ્યાન મેચ પર કેન્દ્રિત કર્યું. વોર્નરની અડધી સદી અને શૉ (41) સાથે પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારીથી ટીમે આ નાના ટાર્ગેટને સરળતાથી હાંસલ કરી લીધો હતો. તેણે વોર્નર અને સો વિશે કહ્યું કે મોટાભાગે હું તેમને મુક્તપણે રમવા દઉં છું કારણ કે તેઓ તેમની ભૂમિકાઓ જાણે છે.
Tags :
DavidWarnerDcDelhiCapitalsGujaratFirstIPLIPL15IPL2022PushpaMovieSignaturePoseSports
Next Article