Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન વિલિયમસનના શંકાસ્પદ કેચ આઉટ પર ઉઠ્યા સવાલ, ફેન્સ બોલ્યા- એમ્પાયર 3D ચશ્મા પહેરીને બેઠા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ ખાસ કરીને કેપ્ટન કેન વિલિયમસનને લઇને ચર્ચામાં આવી છે. જીહા, આ મેચમાં તેને જે રીતે આઉટ કરવામાં આવ્યો તે અંગે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં કેન વિલિયમસન જે રીતે આઉટ થયો તે અંગે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. થà
કેન વિલિયમસનના શંકાસ્પદ કેચ આઉટ પર ઉઠ્યા સવાલ  ફેન્સ બોલ્યા  એમ્પાયર 3d ચશ્મા પહેરીને બેઠા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ ખાસ કરીને કેપ્ટન કેન વિલિયમસનને લઇને ચર્ચામાં આવી છે. જીહા, આ મેચમાં તેને જે રીતે આઉટ કરવામાં આવ્યો તે અંગે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. 
સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં કેન વિલિયમસન જે રીતે આઉટ થયો તે અંગે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. થર્ડ એમ્પાયર દ્વારા આપવામાં આવેલા નિર્ણય બાદ ચાહકો ટ્વિટર પર ગુસ્સો કાઢી રહ્યા છે. મહત્વનું છે કે, હૈદરાબાદની બેટિંગની બીજી ઓવર દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરની ચોથી બોલ પર કેન વિલિયમસનના બેટની કિનારી લાગી અને બોલ વિકેટકીપર સંજૂ સેમસનના ગ્લવ્ઝ તરફ ગયો. જોકે, સંજુ સેમસન કેચ લેવામાં સફળ ન થઈ શક્યો અને બોલ તેના હાથમાંથી સરકીને સ્લિપ તરફ ગયો. સ્લિપ પર ઉભેલા દેવદત્ત પડિકલે કેચ પકડ્યો હતો પરંતુ પ્રથમ ઝલક જોયા બાદ એ જાણી શકાયું નહી કે દેવદત્ત પડિકલે કેચ બરાબર પકડ્યો હતો કે નહીં. ઓનફિલ્ડ એમ્પાયરે ત્રીજા એમ્પાયરને નિર્ણય સંભળાવવાનું કહ્યું. આ શંકાસ્પદ કેચ થોડા સમય માટે થર્ડ એમ્પાયરે જોયો હતો, ત્યારબાદ થર્ડ એમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. વિલિયમસન 7 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. યુઝર્સ આ કેચને લઈને ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે અને થર્ડ એમ્પાયરને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
Advertisement

એક યુઝરે આ અંગે લખ્યું, 'જો તમે ક્યારેય તમારા દિવસને લઈને દુઃખી અનુભવો છો, તો કેન વિલિયમસન વિશે વિચારો જે આ ડ્રોપ કેચ પર આઉટ થયો હતો. એમ્પાયર 3D ચશ્મા પહેરીને તેમનું કામ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું, 'પડીકલની સામે સ્પષ્ટ રીતે બોલ ઉછળ્યો. તેની આંગળીઓ બોલની નીચે ન હતી. વળી, અન્ય યુઝર્સે પણ એમ્પાયરના આ નિર્ણય પર ઉગ્રતાથી સવાલ ઉઠાવી રહ્યા છે. જણાવી દઈએ કે હૈદરાબાદની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 210 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હૈદરાબાદની એક પછી એક વિકેટો પડતી રહી અને અંતે તેઓ આ મેચને 61 રને હારી ગયા હતા.

Advertisement
Tags :
Advertisement

.