Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક હાર અને ગુજરાતની ટીમ ટોપ 4 માંથી બહાર, જાણો શું છે પોઇન્ટ ટેબલની સ્થિતિ

ગુજરાત ટાઇટન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સીઝનની પ્રથમ હાર મળી છે. જે બાદ તેની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર થઇ ગઇ છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે IPL 2022માં જબરદસ્ત ડેબ્યુ કર્યું છે. લીગની બે નવી ટીમોમાંથી એક ગુજરાતે સળંગ 3 મેચ જીતીને સીઝનની મજબૂત શરૂઆત કરી હતી. જો કે, છેવટે, ટીમને પ્રથમ વખત હારનો સ્વાદ ચાખવો પડ્યો છે અને તે પણ તે ટીમની સામે કે જે તેનાથી ઘણી પાછળ
એક હાર અને ગુજરાતની ટીમ ટોપ 4 માંથી બહાર  જાણો શું છે પોઇન્ટ ટેબલની સ્થિતિ
ગુજરાત ટાઇટન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સીઝનની પ્રથમ હાર મળી છે. જે બાદ તેની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ-4માંથી બહાર થઇ ગઇ છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સે IPL 2022માં જબરદસ્ત ડેબ્યુ કર્યું છે. લીગની બે નવી ટીમોમાંથી એક ગુજરાતે સળંગ 3 મેચ જીતીને સીઝનની મજબૂત શરૂઆત કરી હતી. જો કે, છેવટે, ટીમને પ્રથમ વખત હારનો સ્વાદ ચાખવો પડ્યો છે અને તે પણ તે ટીમની સામે કે જે તેનાથી ઘણી પાછળ છે. 
IPL 2022માં સોમવારે ગુજરાત ટાઇટન્સનો પ્રથમ પરાજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને આઠ વિકેટના વિશાળ અંતરથી હરાવ્યો હતો. આ હાર સાથે ગુજરાતની ફ્રેન્ચાઇઝીને પોઇન્ટ ટેબલમાં વર્ચસ્વના મામલે મોટો આંચકો લાગ્યો છે. હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ સુધી ટેબલમાં ત્રીજા સ્થાને હતી પરંતુ હવે તે ટોપ-4માંથી પણ નીચે સરકી ગઇ છે. ચોથા સ્થાને રહેલી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેને ટેબલમાં સીઝનની બીજી જીતનો કોઇ ફાયદો થયો નથી, પરંતુ બે પોઇન્ટ મળ્યા બાદ હવે તેના કુલ ચાર પોઇન્ટ થઇ ગયા છે. પોઇન્ટ ટેબલમાં ટોચની ટીમ રાજસ્થાન રોયલ્સના છ પોઇન્ટ છે. આવી સ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં હોય કે આવનારા દિવસોમાં 7 નંબર પર હાજર સનહરાઇઝર્સ હૈદરાબાદ પણ મોટો ફેરફાર કરી શકે છે. 
મુંબઈ ઈન્ડિયન્સના યુવા વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને હવે ઓરેન્જ કેપ પરનો પોતાનો દાવો નબળો પાડ્યો છે, જેના કારણે તે હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી 4 મેચમાં 175 રન બનાવ્યા છે. વળી, રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર (JOS BUTTLER) ઓરેન્જ કેપની રેસમાં નંબર વન પર જોવા મળી રહ્યો છે, જેણે અત્યાર સુધી 4 મેચમાં 218 રન બનાવ્યા છે. ઓરેન્જ કેપની રેસમાં ક્વિન્ટન ડી કોક 188 રન સાથે નંબર 2 પર પહોંચી ગયો છે. જે સતત બેટથી યોગદાન આપતો જોવા મળે છે. તો ગુજરાત ટાઇટન્સનો શુભમન ગિલ હવે 187 રન સાથે ત્રીજા નંબર પર જોવા મળી રહ્યો છે. હાલમાં રાજસ્થાન રોયલ્સનો શિમરોન હેટમાયર 5માં નંબર પર જોવા મળી રહ્યો છે. જેણે અત્યાર સુધી 168 રન બનાવ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સનો ઉમેશ યાદવ (ઉમેશ યાદવ) હવે 10 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં નંબર 2 પર જોવા મળી રહ્યો છે. જ્યારે 5માં નંબર પર સનરાઈડર્સ હૈદરાબાદના ટી નટરાજન 8 વિકેટ લઈને પહોંચી ગયા છે. વળી, રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ હવે પર્પલ કેપની રેસમાં નંબર 1 પર જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 11 વિકેટ ઝડપી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાનિન્દુ હસરાંગા હવે ચોથા નંબર પર જોવા મળી રહ્યા છે. જેણે અત્યાર સુધી 8 વિકેટ લીધી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સનો કુલદીપ યાદવ હવે 10 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં ત્રીજા સ્થાને છે.
પોઈન્ટ ટેબલના નીચેના ભાગની વાત કરીએ તો આ પરિણામ પછી પણ અહીં કોઈ ફેરફાર થયો નથી. એ જ ત્રણ ટીમો છેલ્લી ત્રણ પોઝિશન પર છે, જે આ સીઝનના પહેલા અઠવાડિયાથી અહીં છે. હૈદરાબાદની ટીમ આઠમાં સ્થાને છે, પરંતુ તેનું ખાતું ખુલી ગયું છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સ સતત 4 હાર સાથે નવમાં સ્થાને છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ આ જ હાર સાથે અંતિમ ચરણમાં છે. ચેન્નાઈ સુપર કિંગ્સ આજે 12 એપ્રિલ મંગળવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની પાંચમી મેચ રમશે.
Advertisement
Tags :
Advertisement

.