ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ઓરેન્જ અને પર્પલ કેપની જંગ બની રોમાંચક, આ ખેલાડીઓ જોવા મળ્યા આગળ

IPL 2022 માં, સીઝનની 7મી મેચ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટની ટીમો આમને-સામને હતી. કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકનો પીછો લખનૌ સુપર જાયન્ટની ટીમે 6 વિકેટે કરી લીધો હતો. આ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે.રોય
02:06 AM Apr 01, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
IPL 2022 માં, સીઝનની 7મી મેચ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટની ટીમો આમને-સામને હતી. કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા. જે લક્ષ્યાંકનો પીછો લખનૌ સુપર જાયન્ટની ટીમે 6 વિકેટે કરી લીધો હતો. આ મેચ બાદ ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (ROYAL CHALLENGERS BANGALOR) ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ હજુ પણ ઓરેન્જ કેપની રેસમાં પ્રથમ સ્થાને છે, તેના નામે 93 રન છે. મુંબઈ ઈન્ડિયન્સનો વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન બીજા સ્થાને જોવા મળી રહ્યો છે. જેણે અત્યાર સુધી 81 રન બનાવ્યા છે. વળી ગુરુવારે રમાયેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટની મેચ બાદ CSKના રોબિન ઉથપ્પા અને લખનૌના યુવા સ્ટાર આયુષ બદૌની આ રેસમાં જોડાઈ ગયા છે અને હવે આ રેસ દરેક મેચ સાથે વધુ રસપ્રદ બનવા જઈ રહી છે. 
આ મેચ સાથે ઓરેન્જ કેપની રેસ વધુ રસપ્રદ બની છે. લીગમાં રમી રહેલા બેટ્સમેન માટે ઓરેન્જ કેપ મેળવવી એક સપનું છે. આ એક એવો એવોર્ડ છે જે બેટ્સમેનની ક્ષમતાને સાબિત કરે છે. લીગની મધ્યમાં પણ આ કેપના હકદાર બદલાતા રહે છે. જેનો અર્થ છે કે જે બેટ્સમેન મેચમાં વધુ રન બનાવે છે તેને આ કેપ મળે છે અને ટૂર્નામેન્ટના અંતે જેના બેટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના રોબિન ઉથપ્પા (ROBIN UTHAPPA) હવે ઓરેન્જ કેપની રેસમાં 78 રન સાથે ત્રીજા નંબર પર જોવા મળે છે. આ દરમિયાન યુવા આયુષ બદોની 73 રન સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. જે સતત બેટથી યોગદાન આપતો જોવા મળી રહ્યો છે. હાલમાં, દીપક હુડા (DEEPAK HOODA) 5માં નંબર પર જોવા મળે છે. જેણે અત્યાર સુધી 68 રન બનાવ્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો વાનિન્દુ હસરંગા હજુ પણ 5 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં નંબર વન પર છે. જ્યારે બીજા નંબર પર ઉમેશ યાદવ (UMESH YADAV) હવે 4 વિકેટ લઈ રહ્યો છે. આજની મેચમાં એક વિકેટ લેનાર ડ્વેન બ્રાવો હવે 4 વિકેટ સાથે લિસ્ટમાં ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ચોથા નંબર પર પણ માત્ર RCBનો આકાશ દીપ (AKASH DEEP) જ દેખાય છે. જેણે 4 વિકેટ લીધી છે. વળી, દિલ્હીનો કુલદીપ યાદવ (KULDEEP YADAV) રેસમાં 5માં સ્થાને જોવા મળી રહ્યો છે. જેના નામે કુલ 3 વિકેટ છે.
Tags :
CricketGujaratFirstIPLIPL15IPL2022OrangeCapPurpalCapSports