ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WORLD NEWS : ઈટલીના વેનીસમાં ભીષણ અકસ્માત, ૨૧ લોકો એ ગુમાવ્યા જીવ

ઈટલી દેશના વેનીસમાંથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે બસ ઓવરપાસ પરથી નીચે પટકાઈ હતી અને ત્યાર બાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે બસમાંથી યાત્રિકોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો ન હતો. આ...
05:25 PM Oct 04, 2023 IST | Harsh Bhatt

ઈટલી દેશના વેનીસમાંથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે બસ ઓવરપાસ પરથી નીચે પટકાઈ હતી અને ત્યાર બાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે બસમાંથી યાત્રિકોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો ન હતો. આ જીવલેણ અકસ્માતમાં બાળકો સહિત કુલ ૨૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ૧૮ લોકો હજી પણ ઘાયલ અવસ્થામાં છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેઓ હોસ્પિટલમાં જીવન અને મોતની લડાઈ લડી રહ્યા છે.

વિદેશી યાત્રિકો પણ હતા બસમાં સવાર

 

પ્રાપ્ત થતી માહિતી મુજબ બસમાં ૪૦ યાત્રિકો સવાર હતા અને બસ કેમ્પિંગ ગ્રાઉન્ડ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ મેસ્ત્રે જિલ્લામાં રેલવે લાઈનની નજીકના ઓવરબ્રિજ પાસે સવારે ૭:૪૫ વાગ્યાના આસપાસ પડી હતી. બસ વીજ વાયર પર પડી હોવાના કારણે તરત જ એમા અચાનક આગ ભભુકી ઉઠી હતી. મળતી માહિતી મુજબ બસમાં યુક્રેનીયનની સાથે સાથે ઘણા વિદેશી ટુરીસ્ટ યાત્રિકો પણ હતા. પ્રાથમિક તપાસમાં એવી બાબત પણ સામે આવી હતી કે બસ ડ્રાઇવર અકસ્માત પહેલા બીમાર પડ્યો હતો.

વડાપ્રધાન મેલોનીએ પણ સમગ્ર ઘટના બાબતે દુખ વ્યક્ત કર્યું

સમગ્ર ઘટના વિશે વેનીસના ગવર્નર લુકા ઝૈયાએ જણાવ્યું છે કે હાલ મૃત્યુઆંક 21 છે અને 20થી વધુ લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. હાલ મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ઇટલીમાં બનેલ આ જીવલેણ અકસ્માતની દયનીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મેલોની એ X ( ટ્વિટર ) ઉપર પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે - આ દુર્ઘટનાના સમાચાર પર નજર રાખવા માટે મેયર લુઇગી બ્રુગનારો અને (ટ્રાન્સપોર્ટ) મંત્રી માટ્ટેઓ સાલ્વિનીના સંપર્કમાં છું. ઇટાલીના ગૃહ પ્રધાન માટ્ટેઓ પિઆન્ટેડોસીએ જણાવ્યું હતું કે વીજ લાઇનના સંપર્કમાં આવ્યા બાદ મિથેનને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. તેણે કહ્યું કે મને ડર છે કે મૃત્યુઆંક વધશે.

આ પણ વાંચો --WORLD NEWS : પોતાની જ ચાલમાં ફસાયું ચીન, ડ્રેગનની પરમાણુ સબમરીન થઇ અકસ્માતનો શિકાર, 55 ના મોત

Tags :
AccidentBUS TREGEDYITLYITLY ACCIDENTmeloni
Next Article