Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માત્ર Imran Khan જ નહી Pakistan ના આ પૂર્વ વડાપ્રધાનોના પણ થઈ ચુક્યા છે ભૂંડા હાલ

પાકિસ્તાનમાં ફરી એકવાર ભયાનક હિંસા અને આગચંપી જોવા મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ધરપકડ બાદ સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લાહોરની છાવણીમાં સ્થિતિ બેકાબૂ બની હતી. જ્યારે પેશાવરમાં તોડફોડ થઈ હતી, ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની...
માત્ર imran khan જ નહી pakistan ના આ પૂર્વ વડાપ્રધાનોના પણ થઈ ચુક્યા છે ભૂંડા હાલ

પાકિસ્તાનમાં ફરી એકવાર ભયાનક હિંસા અને આગચંપી જોવા મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) ધરપકડ બાદ સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લાહોરની છાવણીમાં સ્થિતિ બેકાબૂ બની હતી. જ્યારે પેશાવરમાં તોડફોડ થઈ હતી, ત્યારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર સૂત્રોચ્ચાર અને દેખાવો થયા હતા. સંજોગો બતાવે છે કે પાકિસ્તાન અત્યારે આ રીતે જ ધૂમ મચાવતું રહેશે. પાકિસ્તાન માટે આગામી કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા રહેશે. જોકે, પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાનોની ધરપકડ કે હકાલપટ્ટી એ નવી વાત નથી અગાઉ પણ પાકિસ્તાનના અનેક વડાપ્રધાનોના ભૂંડા હાલ થઈ ચુક્યા છે.

Advertisement

ઈમરાન ખાન કેવી રીતે બન્યા હિરોમાંથી ઝીરો? અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Advertisement

નવાઝ શરીફ
આ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સાથે પણ કંઈકા આવું થયું હતું એપ્રીલ 2018માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝને આજીવન જાહેરપદ ધારણ માટે અયોગ્ય ઠેરવી દીધાં હતા. આ નિર્ણયના એક વર્ષ પહેલા પનામા પેપર્સ લીકમાં નામ આવવા પર નવાઝ શરીફને વડાપ્રધાન પદ પરથી બર્ખાસ્ત કરી દેવામા આવ્યો હતો અને ત્યારે પાકિસ્તાનની સુપ્રીમની પાંચ સભ્યોને બેચે કહ્યું હતું કે, બંધારણીય ખંડ હેઠળ અયોગ્ય ઠેરવાયેલા વ્યક્તિ પર આજીવન પ્રતિબંધ માનવામાં આવશે. વર્ષ 1999માં દેશનિકાલ થયાં બાદ સપ્ટેમ્બર 2007માં પાકિસ્તાન પરત આવવા પર જનરલ પરવેઝ મુશર્રફને નવાઝ શરીફે નજર કેદ કરી દીધાં હતા. શરીફને સારવાર માટે લંડન જવા માટ નવેમ્બર 2019માં જામીન મળી છે અને તેઓ પછી ક્યારેય પરત આવ્યા નહી.

Advertisement

આ પણ વાંચો : ઈમરાનની ધરપકડ સામે આજે સુપ્રીમ કોર્ટ જશે PTI, અમેરિકા-UNએ કહી આ મોટી વાત

પરવેઝ મુશર્રફ
પરવેઝ મુશર્રફ પાકિસ્તાન પર શાસન કરનારા ત્રીજા લશ્કરી કમાન્ડર હતા. તેમણે 1999માં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી નવાઝ શરીફ સરકારને બરખાસ્ત કરી દીધી હતી. આ પછી પરવેઝ મુશર્રફે 2007માં બંધારણને સસ્પેન્ડ કરીને ઈમરજન્સી લાદી દીધી હતી. પણ 2013માં નવાઝ શરીફ સત્તામાં આવતાની સાથે જ વાતાવરણ મુશર્રફ વિરુદ્ધ થઈ ગયું. મુશર્રફ સામાન્ય ચૂંટણીમાં ભાગ લેવા માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા પરંતુ કોર્ટે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા. નવાઝ શરીફ સરકારે 2013માં મુશર્રફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તે પાકિસ્તાનમાં વર્ચસ્વ માટે પરવેઝ મુશર્રફ અને નવાઝ શરીફ વચ્ચે ખુલ્લા રાજકીય યુદ્ધનો સમયગાળો હતો. કારણ કે તે પહેલા 1999માં જ્યારે પરવેઝ મુશર્રફે નવાઝ શરીફને પદભ્રષ્ટ કર્યા હતા ત્યારે તેમણે પણ નવાઝ શરીફ પર દેશદ્રોહ સહિતના અનેક આરોપો હેઠળ કેસ ચલાવ્યો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં આગામી 48 કલાક ગંભીર, માર્શલ લૉ લદાવાની આશંકા

બેનજીર ભુટ્ટો
ખરેખર તો વર્ષ 1988 અને 1990 વચ્ચે બે વખત અને બાદમાં વર્ષ 1993 સુધી વડાપ્રધાન બનતા પહેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની દિકરી બેનજીર ભુટ્ટોએ અનેક ધરપકડોનો સામનો કરવો પડ્યો અને જેલમાં અનેક શરતોનો સામનો કરવો પડ્યો. વર્ષ 2007માં એક આત્મઘાતી હુમલાખોરે બેનજીરની હત્યા કરી દીધી હતી. આ હત્યા પાકિસ્તાની તાલિબાની અને અલકાયદાના ઈશારે કરવામાં આવી હતી. ખાસ વાત તો એ હતી કે બેનજીર ભુટ્ટોએ અગાઉ જ ચેતવણી આપી હતી કે જો તેમની હત્યા થશે તો તેના જવાબદાર મુશર્રફ હશે. પાકિસ્તાનની રાજનીતિમાં બેનજીર ભુટ્ટો દિગ્ગજ ચહેરો હતા. તેમણે વર્ષ 1988 થી 1990 અને વર્ષ 1993 થી 1996 સુધી દેશના વડાપ્રધાન તરીકે બે વખત સેવા આપી હતી. રાજનીતિમાં તેમના વ્યક્તિત્વના કારણે પાકિસ્તાનના પુરુષ રાજકારણીઓ તેને પોતાના માટે પડકાર માનતા હતા.

આ પણ વાંચો : ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અરાજક્તા, કમાન્ડરનું ઘર સળગાવાયું

હુસૈન સુહરાવર્દી
પાકિસ્તાનના પાંચમાં વડાપ્રધાન હુસૈન સુહરાવર્દીએ જ્યારે વર્ષ 1958માં જનરલ અયુબ ખાનના સત્તાપલટને સમર્થન આપવાની ના પાડી દીધી ત્યારે હુસૈન સુહરાવર્દીની વર્ષ 1962માં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ વર્ષ 1956 થી 1957 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન હતા. હુસૈન સુહરાવર્દીને વર્ષ 1962માં પાકિસ્તાન સુરક્ષા અધિનિયમ 1952 હેઠળ કરાંચીની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાંઆવ્યા અને તેમના પર પાકિસ્તાનની રાજનીતિમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! પ્રદર્શનકારીઓએ રેડિયો ઈમારતને આગ ચાંપી

જુલ્ફીકાર અલી ભુટ્ટો
જુલ્ફીકાર અલી ભુટ્ટોએ વર્ષ 1971માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જનરલ યાહ્યા ખાનનું સ્થાન લીધું તેમણે વર્ષ 1973 -1977 સુધી વડાપ્રધાન તરીકે કામ કર્યું. વર્ષ 1977માં એક સેન્ય સત્તાપલટથી જનરલ જિયા ઉલ હકે તેમની પાસેથી સત્તા આંચકી લીધી. ભુટ્ટોની એક રાજકિય હરિફની હત્યાના ષડ્યંત્રમાં ધરપકડ કરી લેવામાં આવી બાદમાં એપ્રીલ 1979માં સેન્ટ્રલ જેલ રાવલપિંડીમાં તેમને ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ઈમરાન ખાનને કોર્ટ રૂમની બહારથી પાકિસ્તાની રેન્જર્સ ખેંચીને લઇ ગયા, VIDEO

શાહિદ ખાકાન અબ્બાસી
શાહિદ ખાકાન અબ્બાસીએ વર્ષ 2017થી 2018 સુધી વડાપ્રધાન તરીકે નવાઝ શરીફનું સ્થાન લીધુ હતું. તેમની કથિત ભ્રષ્ટાચાર માટે જાન્યુઆરી 2019માં 12 સભ્યોની નેશનલ એકાઉન્ટિબિલિટિ બ્યૂરોની ટીમે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ઈમરાન ખાને ધરપકડ પહેલા કર્યું ટ્વીટ – તેઓ મને જેલમાં નાખવા માંગે છે…

Tags :
Advertisement

.