Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congo: જેલમાં એવું તો શું થયું કે પોલીસ જવાનોએ અંધાધૂન ગોળીબાર કરીને 129 કેદીઓને મોતને ઘાટ ઉતાર્યાં!

રાજધાની કિંશાસાની જેલમાં મોટી દુર્ઘટના કેદીઓએ અચાનક લાગેલી હતી આગ જેલ કર્મી કર્યું ફાયરીંગ 129 કેદીઓના મોત Congo:આફ્રિકન (AFRICAN) દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Congo) માં country's capital,કિંશાસાની મકાલા જેલમાં કેદીઓએ ( Jail Stampede) અચાનક લાગેલી આગનો લાભ લઈ ભાગવાનો...
congo  જેલમાં એવું તો શું થયું કે પોલીસ જવાનોએ અંધાધૂન ગોળીબાર કરીને 129 કેદીઓને મોતને ઘાટ ઉતાર્યાં
  • રાજધાની કિંશાસાની જેલમાં મોટી દુર્ઘટના
  • કેદીઓએ અચાનક લાગેલી હતી આગ
  • જેલ કર્મી કર્યું ફાયરીંગ 129 કેદીઓના મોત

Congo:આફ્રિકન (AFRICAN) દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (Congo) માં country's capital,કિંશાસાની મકાલા જેલમાં કેદીઓએ ( Jail Stampede) અચાનક લાગેલી આગનો લાભ લઈ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ દરમ્યાન બનેલી ભાગદોડ અને ગોળીબારના કારણે 129 કેદીઓના મોત થયા છે. મોતના આંકડા અંગે અનેક માનવાધિકાર સંસ્થાઓ સરકાર સામે સવાલ કરી રહી છે કે, તંત્ર ઓછો આંકડો બહાર પાડી રહી છે, આ ભયવાહ ઘટનામાં મૃત્યુઆંક મોટો હોઈ શકે છે.

Advertisement

ગોળીબાર અને નાસભાગમાં 129 મોત

જેલમાં આગ લાગતા જ કેદીઓએ સળિયા તોડીને જેલમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો.આ નાસભાગને રોકવા માટે જેલમાં તૈનાત પોલીસ કર્મચારીઓએ ગોળીબાર કર્યો. જેના કારણે 24 કેદીઓના સ્થળ પર જ મોત થયા. બાકીના કેદીઓની ભીડમાં ગૂંગળામણના કારણે મોત નિપજ્યા.

Advertisement

આ પણ  વાંચો -સિક્કમ કરતા નાના દેશ Brunei ના સુલતાન પાસે 300 ફેરારી અને 500 જેટલી રોલ્સ રોયસ

સરકારે ત્રણેય ઘટનાઓનો રિપોર્ટ માંગ્યા

ગૃહ પ્રધાન શબાની લુકુ અને આંતરિક બાબતોના પ્રધાન જેકમીન શબાનીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે લગભગ 2 વાગ્યે વહીવટીતંત્રની ઓફિસમાં લાગેલી આગમાં ફૂડ ડેપો અને હોસ્પિટલને પણ લપેટમાં લીધી હતી. આગમાં 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન તમામ લોકો આગ ઓલવવામાં વ્યસ્ત હતા ત્યારે કેદીઓએ તકનો લાભ ઉઠાવીને જેલ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જો કેદીઓ ચેતવણી આપીને પણ ના રોકાયા તો ફાયરિંગ કરવું પડ્યું. નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી અને ગોળીબાર થયો હતો, જેના પરિણામે બંને ઘટનાઓમાં કેદીઓના મોત થયા હતા. જો કે એક પણ કેદી જેલની બહાર જઈ શક્યો નથી, પરંતુ આટલા કેદીઓના મોતથી સરકાર ચિંતિત છે. સરકારે ઘટનાની તપાસના આદેશ જારી કર્યા છે. આગની ઘટના, જેલ બ્રેક અને ફાયરિંગ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Sharia law : બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનનો ચોંકાવનારો દાવો

1500 કેદીઓની જેલમાં 12000 કેદીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના બાદ કોંગો સરકાર વિપક્ષના નિશાના પર છે, કારણ કે કોંગોની મકાલા જેલમાં 1500 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ આ સમયે જેલમાં લગભગ 12 હજાર કેદીઓ હતા. મોટા ભાગના કેદીઓના કેસમાં હજુ સુધી ટ્રાયલ શરૂ પણ થઈ ન હતી. આ અકસ્માતને સરકાર, પોલીસ અને જેલ પ્રશાસનની સંપૂર્ણ બેદરકારી ગણાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કોંગો વિશ્વનો સૌથી ગરીબ દેશ છે, પરંતુ તેની પાસે ખનિજોનો ભંડાર છે. આ દેશ 30 જૂન, 1960ના રોજ આઝાદ થયો, પરંતુ આજ સુધી આ દેશ ગરીબીથી પીડિત છે. અહીંની સરકારો આ દેશોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી શકી નથી.

Tags :
Advertisement

.