અમે ભારતને માત્ર હથિયાર નથી વેચતા વિશ્વાસ પર ટકેલો છે સંબંધ: પુતિન
- ભારત-રશિયાના સંબંધો સ્વાર્થ નહી વિશ્વાસ પર ચાલે છે
- ભારત અને રશિયા સદીઓથી એકબીજાનો સાથે નિભાવતા આવ્યા છે
- કેટલાક દેશો પોતાના સ્વાર્થ પ્રમાણે સંબંધો ગાઢ બનાવતા હોય છે
નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, ભારત વૈશ્વિક મહાશક્તિઓની યાદીમાં સમાવેશ થવાનો હકદાર છે. કારણ કે તેની અર્થવ્યવસ્થા હાલમાં કોઇ પણ અન્ય દેશની તુલનામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વિચારમાં વ્લદાઇ ડિસ્કશન ક્લબના સત્રને સંબોધિત કરતા પુતિને ગુરૂવારે કહ્યું કે, વિશ્વએ જોવું પડશે કે ભારતીય સશસ્ત્ર દળોની સાખે કેવા પ્રકારના રશિયન સૈન્ય હથિયારો સર્વિસમાં છે. આ સંબંધો મોટેભાગે ભરોસાના છે. અમે ભારતને માત્ર પોતાના હથિયારો નથી વેચતા અમે સાથે મળીને ડિઝાઇન પણ કરીએ છીએ.
આ પણ વાંચો : Ahmedabad : વીજ ચોરી કરી તો સમજો ગયા! કોર્ટે આરોપીને ફટકારી જેલની આકરી સજા અને દંડ!
બંન્ને દેશોને એક બીજા પર ઉંડો વિશ્વાસ છે
પુતિને કહ્યું કે, ભારત સાથે રશિયા તમામ દિશાઓમાં સંબંધ વિકસિત કરી રહ્યું છે અને દ્વિપક્ષીયસંબંધોમાં એક બીજા પર બંન્ને દેશોનો ઉંડો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, ડોધ અબજની વિશ્વની તમામ અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતી પ્રગતિ, પ્રાચીન સંસ્કૃતિ અને ભવિષ્યમાં વિકાસની ઘણી સારી સંભાવનાઓને કારણે ભારત બેશક મહાશક્તિઓની યાદીમાં સમાવવું જોઇએ.
આ પણ વાંચો : આ ફિલ્મ સ્ત્રી 2 અને ભૂલ ભૂલૈયા 3 ને પણ માત આપશે, જુઓ પ્રથમ ઝલક
દરેક પ્રકારે ભારતની સાથે સંબંધોનો કરી રહ્યા છીએ વિસ્તાર
ભારતને મહાન દેશ ગણાવતા પુતિને કહ્યું કે, અમે ભારતની સાથે તમામ દિશાઓમાંથી સંબંધોને વિકસિત કરી રહ્યા છીએ. ભારત એક મહાન દેશ છે, હવે વસ્તીના મામલે પણ સૌથી મોટો દેશ છે. જ્યાં વસ્તી 1.5 અબજ છે અને સાથે જ જ્યાં પ્રતિવર્ષ વસ્તીમાં 1 કરોડનો વધારો થઇ રહ્યો છે.
ભારતની આર્થિક પ્રગતિ સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી રહી છે. રશિયન સમાચાર એજન્સી તાસે પુતિનના હવાલાથી ટાંક્યું કે, અમારા સંબંધ ક્યાં અને કઇ ગતિએ વિકસિત થશે, તેનો અમારો દ્રષ્ટીકોણ આજની વાસ્તવિકતાઓ પર આધારિત છે. અમારો સહયોગ પ્રતિવર્ષ અનેક ગણો વધી રહ્યો છે.
આ પણ વાંચો : Accident: હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત! 3 ના મોત, 50 ઘાયલ
સંરક્ષણ ક્ષેત્રે ભારતને કઇ રીતે જોઇ રહ્યું છે રશિયા?
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, સુરક્ષા ક્ષેત્રમાં ભારત તથા રશિયા વચ્ચે સંપર્ક વિકસિત થઇ રહ્યા છે. અનેક પ્રકારના રશિયન સૈન્ય ઉપકરણ ભારતીય સશસ્ત્ર દળો ઉપયોગમાં લઇ રહ્યા છે. આ સંબંધમાં ઘણી હદ સુધી વિશ્વાસ છે. અમે ભારતને ન માત્ર પોતાના હથિયાર વેચીએ છીએ, અમે તેને સંયુક્ત રીતે ડિઝાઇન પણ કરીએ છીએ.
આ પણ વાંચો : હાથ જોડીને અને શીશ નમન સાથે તમામની માફી માગતા DY Chandrachud એ...
ત્રણેય સરફેસ માટે વિકસાવાઇ રહી છે મિસાઇલ
પુતિને મિસાઇલ તરીકે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ યોજનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમે આ મિસાઇલને ત્રણેય સરફેસમાં ઉપયોગ માટે સજ્જ બનાવી રહ્યા છીએ. હવામાં, સમુદ્રમાં અને જમીન પર ભારતના સુરક્ષા લાભ માટે સંચાલિત આ યોજના પર કામ ચાલી રહ્યું છે.
આ વ્યાપક રીતે સ્પષ્ટ છે કે કોઇને પણ આ પ્રોજેક્ટથી કોઇ જ સમસ્યા નથી. જો કે આ યોજના ઉચ્ચ સ્તરના આંતરિક વિશ્વાસ અને સહયોગને સમગ્ર વિશ્વ સમક્ષ મુકે છે. માટે અમે નજીક્ટના ભવિષ્યમાં પણ તેને શરૂ જ રાખીશું. મને આસા છે કે ભવિષ્યમાં પણ અમે આવું જ કરવાનું શરૂ રાખી શકીશું.
પુતિને ભારત અને ચીન વચ્ચે સીમા પર કેટલીક મુશ્કેલી હોવાનો સ્વિકાર કર્યો. જો કે તેમણે સ્પષ્ટતા કરી કે, પોતાના રાષ્ટ્રોના ભવિષ્યને ધ્યાનમાં લેતા બુદ્ધિમાન અને સક્ષમ લોકો સમજુતીનો ઉકેલ શોધી રહ્યા છે અને તે મળી જશે.
આ પણ વાંચો : પવિત્ર યાત્રાધામ Pavagadh મંદિરનું કરાયું શુદ્ધિકરણ, આવતીકાલથી ભક્તો કરી શકશે દર્શન