Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બુર્કિના ફાસોનું ગામ અલ-કાયદાના નિશાન પર, 100 લોકોના મોત

બુર્કિના ફાસોના ગામ પર અલ-કાયદાનો ઘાતકી હુમલો બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો અલ-કાયદાના હુમલામાં 100થી વધુ મોત મધ્ય બુર્કિના ફાસો (Burkina Faso) ના એક ગામમાં અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 ગ્રામજનો અને...
બુર્કિના ફાસોનું ગામ અલ કાયદાના નિશાન પર  100 લોકોના મોત
Advertisement
  • બુર્કિના ફાસોના ગામ પર અલ-કાયદાનો ઘાતકી હુમલો
  • બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલો
  • અલ-કાયદાના હુમલામાં 100થી વધુ મોત

મધ્ય બુર્કિના ફાસો (Burkina Faso) ના એક ગામમાં અલ-કાયદા (Al-Qaeda) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 ગ્રામજનો અને સૈનિકો (100 villagers and soldiers) ના મોત થયા છે. હુમલા સાથે જોડાયેલા વીડિયોની સંપૂર્ણ તપાસ બાદ એક નિષ્ણાતે આ માહિતી આપી છે. આ ઘટના બુર્કિના ફાસોમાં આ વર્ષે થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંની એક ગણાય છે. સુરક્ષા માટે કામ કરનારા સોફન સેન્ટરના વરિષ્ઠ રિસર્ચ ફેલો વસીમ નસરે જણાવ્યું કે, તેઓ રાજધાની ઓઆગાડૂગથી 80 કિલોમીટર દૂર બાર્સલોગો કોમ્યુનના ગામોમાં સુરક્ષા માટે ખાઈ ખોદવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, અલ-કાયદા સાથે જોડાયેલા જમાત નુસરત અલ-ઈસ્લામ વલ મુસ્લિમીન (JNIM) જૂથના આતંકવાદીઓએ ત્યાં ગોળીબાર કર્યો હતો.

હુલમાની જવાબદારી અલ-કાયદાએ લીધી

આ હુમલાની જવાબદારી અલ-કાયદાએ લીધી છે. રવિવારે (25 ઓગસ્ટ 2024) એક નિવેદન જારી કરીને આતંકવાદી સંગઠને કાયા શહેરના બરસાલોગોમાં 'મિલિટરી પોસ્ટ પર સંપૂર્ણ નિયંત્રણ' મેળવાનો દાવો કર્યો હતો. કાયા એ એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર છે, જ્યાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અનેક વખત અથડામણો થઈ છે, કારણ કે આતંકવાદી ઔગાડોગૂને કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નસરના જણાવ્યા અનુસાર, વીડિયોમાં ઓછામાં ઓછા 100 મૃતદેહો દેખાયા છે, જેમાં ફાયરિંગના અવાજની વચ્ચે ખાઈ અને પાવડા પાસે પડેલા મૃતદેહોના ઢગલા દેખાઇ રહ્યા છે.

Advertisement

Advertisement

સરકારે હુમલાનો જવાબ આપ્યો

બુર્કિના ફાસોના સુરક્ષા મંત્રી મહામાદૌ સનાએ રવિવારે જણાવ્યું કે સરકાર આ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. તેમની તરફથી મારવામાં આવેલા લોકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી, પણ તેમણે જણાવ્યું કે મૃત્યુ પામનારા લોકોમાં સૈનિકો અને નાગરિકોનો સમાવેશ થાય છે. સનાએ આ વિસ્તારની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા જણાવ્યું કે, “અમે આ પ્રકારની હિંસાને સ્વીકારીશું નહીં. સરકારએ આ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક તબીબી અને માનવીય સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.”

આ પણ વાંચો:  Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, 50થી વધુ લોકો અથડામણમાં થયા...

Tags :
Advertisement

.

×