ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

US China Trade War : રશિયાની જેમ ચીનને બર્બાદ કરી નાખવાનો અમેરિકાનો પ્લાન

ટેરિફ કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ અસર અમેરિકાએ ચીનની વિદેશી સંપત્તિ જપ્ત કરી લીધી ચીનની વિદેશી સંપત્તિની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી   US China Trade War: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ (US China Trade...
07:43 PM Apr 12, 2025 IST | Hiren Dave
featuredImage featuredImage
US China Trade War

 

US China Trade War: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ (US China Trade War)કારણે ચીનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. ચીનના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ આ વાતને લઈને ચિંતામા છે કે આવનારા સમયમાં દેશની સ્થિતિ શું હશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાએ ચીનની વિદેશી સંપત્તિ જપ્ત કરી લીધી તો ચીનની હાલત રશિયા જેવી થઈ જશે.

શું કહી રહ્યા છે ચીનના અર્થશાસ્ત્રીઓ

સાઉથ ચીનના પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ચીનના એક વરિષ્ટ અર્થશાસ્ત્રી અને પૂર્વ સેન્ટ્રલ બેંકના સલાહકાર યૂ યોંગડિંગની અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ચીનની વિદેશી સંપત્તિની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચીની અધિકારીઓને સતર્ક રહેવા અને સંભવિત નુકસાનને ઓછું કરવા માટે જરૂરી તૈયારીઓ કરવાની સલાહ આપી છે.

આ પણ  વાંચો -અમેરિકામાં 24 કલાકમાં બે હવાઈ દુર્ઘટનાઓ, હવે દક્ષિણ ફ્લોરિડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત

અમેરિકા ડોલરને હથિયાર બનાવી શકે છે

યુ યોંગડિંગના બેઇજિંગમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'અમેરિકા ડોલરને હથિયાર બનાવી શકે છે. ટ્રેડ વોર તીવ્ર બની રહ્યો છે, મને ડર છે કે, સંઘર્ષ ચીનની વિદેશી સંપત્તિઓ સુધી પહોંચી શકે છે. ચીન પાસે 2024ના અંત સુધીમાં 10.2 ટ્રિલિયન ડોલરની વિદેશી સંપત્તિ હોવાની અપેક્ષા હતી. ભારતીય રૂપિયામાં આ લગભગ 850 લાખ કરોડ રૂપિયા હશે. જેમાંથી $3.2 ટ્રિલિયન ફોરેક્સ રિઝર્વ છે. તેમાથી મોટાભાગના યુએસ ડોલરમાં છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન યુએસ ટ્રેઝરી બિલ્સમાં પોતાનું હોલ્ડિંગ ઘટાડી રહ્યું છે. વર્ષ 2017 બાદ ચીને યુએસ બોન્ડમાં લગભગ 25 ટકાનો ઘટાડો કર્યો છે.

આ પણ  વાંચો -તૈયાર રહેજો! 150 કિમીની ઝડપે તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું!

રશિયાની જેમ ચીન સાથે પણ આવું બની શકે છે

યુ યોંગડિંગે ચેતવણી આપતાં કહ્યું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ જે રીતે રશિયન સંપત્તિ જપ્ત કરી તેમાંથી બોધપાઠ લેવો જોઈએ, અને ચીને સાવધ રહેવું જોઈએ. તેમણે કહ્યું, 'આપણે તૈયાર રહેવું જોઈએ અને ભવિષ્યના નુકસાનને ઓછું કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ.'

"માર-એ-લાગો એકોર્ડ" પણ જોખમમાં છે?

આ ઉપરાંત યુએ "માર-એ-લાગો એકોર્ડ" નામની કાલ્પનિક યોજના પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં યુએસ વિદેશી ઉધાર લેનારાઓના ડોલર-નિર્મિત દેવાને 100-વર્ષના બોન્ડમાં રૂપાંતરિત કરી શકે છે. યુના કહેવા પ્રમાણે, 'આ એક પ્રકારનું ડિફોલ્ટ હશે, જે ચીન માટે મોટો ખતરો બની શકે છે.'

ચીને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી પડશે

ચીન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે વેપારથી આગળ વધીને નાણાકીય ક્ષેત્ર સુધી પહોંચી શકે છે. ચીનની વિદેશી સંપત્તિઓ ખાસ કરીને યુએસ ડોલરમાં રાખવામાં આવેલા ભંડોળને લઈને ચિંતા વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીને તેની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી પડશે અને સાથે જ યુએસ ડોલર પરની નિર્ભરતા પણ ઘટાડવી પડશે.

Tags :
America's plandestroy ChinaForeign assetsrussiaUS China Trade war