Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi’s Podcast: PM મોદીની વાતથી ખુશ થઈ ગયા 'ટ્રમ્પ'! શેર કર્યો પોડકાસ્ટનો Video

PM મોદીએ D.Trump ના કર્યા હતા વખાણ Trumpએ શેર કર્યો પોડકાસ્ટનો Video વિશ્વભરમાં પોડકાસ્ટનો Video ચર્ચા PM Modi’s Podcast:પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર (Podcast)લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Naredra Modi) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump)હિંમતની ખૂબ પ્રશંસા...
pm modi’s podcast  pm મોદીની વાતથી ખુશ થઈ ગયા  ટ્રમ્પ   શેર કર્યો પોડકાસ્ટનો video
Advertisement
  • PM મોદીએ D.Trump ના કર્યા હતા વખાણ
  • Trumpએ શેર કર્યો પોડકાસ્ટનો Video
  • વિશ્વભરમાં પોડકાસ્ટનો Video ચર્ચા

PM Modi’s Podcast:પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર (Podcast)લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Naredra Modi) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump)હિંમતની ખૂબ પ્રશંસા કરી. પોતાના ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ ટ્રમ્પ સાથે જોડાયેલી(India-US Relations) એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ઉપરાંત તેમણે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત રાત્રિભોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમનો પૉડકાસ્ટ

પીએમ મોદીએ તેમના પોડકાસ્ટ દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હ્યુસ્ટનમાં ટ્રમ્પ સાથે અમારો 'હાઉડી મોદી' કાર્યક્રમ હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઠા હતા અને મારું ભાષણ સાંભળી રહ્યા હતા. મેં ટ્રમ્પ સાથે આખા સ્ટેડિયમની મુલાકાત લીધી. ટ્રમ્પ સુરક્ષા અધિકારીઓને પૂછ્યા વિના મારી સાથે ચાલ્યા ગયા. અમેરિકન સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ શક્ય નહોતું. ટ્રમ્પ અમેરિકાના ફર્સ્ટ વ્યક્તિ છે અને હું ઇન્ડિયાનો. મને હંમેશા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારું લાગે છે. આ સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા અને ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર પીએમ મોદીનો પોડકાસ્ટ શેર કર્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

Advertisement

ટ્રમ્પે તેમના ટ્રુથ શેર કર્યો

અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં મોદીએ તેમના બાળપણથી લઈને વૈશ્વિક રાજકારણ સુધીના વિષયો પર ખુલ્લેઆમ વાત કરી છે. અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને પોતે પીએમ મોદી સાથેની આ લાંબી વાતચીતને પીએમ મોદીનો એક અદ્ભુત ઇન્ટરવ્યુ ગણાવ્યો હતો.

આ પણ  વાંચો-Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

બરાક ઓબામાએ આપેલી ભેટ પર પીએમએ શું કહ્યું?

આ ઉપરાંત પીએમ મોદીએ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત રાત્રિભોજનનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે ઓબામા પીએમ મોદીના ભોજનને લઈને ચિંતિત થઈ ગયા હતા. પીએમ મોદીએ આ વાત શેર કરતાં કહ્યું કે " મારા એક અમેરિકાના પ્રવાસ દરમિયાન હું ઉપવાસ કરી રહ્યો હતો. જેના લીધે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ચિંતા હતી કે રાત્રિભોજન કેવી રીતે યોજવું. જ્યારે મારા માટે ગરમ પાણી આવ્યું ત્યારે મેં કહ્યું કે મારું રાત્રિભોજન આવી ગયું છે. જ્યારે હું ફરીથી અમેરિકા ગયો ત્યારે ઓબામાએ કહ્યું કે તમારે ડબલ ખાવું પડશે."

Tags :
Advertisement

.

×