Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump-Putin ની ફોન પર વાતચીત,રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત?

Trump-Putinની ફોન પર વાતચીત યુક્રેનિયન અધિકારીઓએ સાથે થઈ ચર્ચા ટ્રમ્પે પાવર પ્લાન્ટ અંગે ચર્ચા કરી Trump and Putin: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન (Trump and Putin)સાથે ફોન પર વાત કરી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધવિરામ (Ukraine...
trump putin ની ફોન પર વાતચીત રશિયા યુક્રેન યુદ્ધનો આવશે અંત
Advertisement
  • Trump-Putinની ફોન પર વાતચીત
  • યુક્રેનિયન અધિકારીઓએ સાથે થઈ ચર્ચા
  • ટ્રમ્પે પાવર પ્લાન્ટ અંગે ચર્ચા કરી

Trump and Putin: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન (Trump and Putin)સાથે ફોન પર વાત કરી રહ્યા છે. યુક્રેનમાં યુદ્ધવિરામ (Ukraine War)માટેના અમેરિકાના પ્રસ્તાવના થોડા દિવસો પછી આ વાતચીત થઈ રહી છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ ફોન કોલ ઓવલ ઓફિસથી સવારે 10:00 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે) શરૂ થયો છે.

રશિયન દળો હજુ પણ યુક્રેનને નિશાન બનાવી રહ્યા છે

રાષ્ટ્રપતિના સહાયક અને વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફે કહ્યું, 'આ વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે અને હજુ પણ ચાલુ છે.' તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે, યુક્રેનિયન અધિકારીઓએ સાઉદી અરેબિયામાં વિદેશ પ્રધાન માર્કો રુબિયોના નેતૃત્વમાં વાટાઘાટો બાદ અમેરિકન દરખાસ્તો પર સંમતિ આપી હતી. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી હજુ પણ શંકા કરે છે કે પુતિન શાંતિ માટે તૈયાર છે કે નહીં, કારણ કે રશિયન દળો હજુ પણ યુક્રેનને નિશાન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન કબજે કરાયેલી જમીન અને પાવર પ્લાન્ટ અંગે ચર્ચા કરશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-russia ukraine war: યુક્રેન સાથે યુદ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની, રશિયાએ રજૂ કરી આકરી શરતો

વ્હાઈટ હાઉસે સકારાત્મક આશા વ્યક્ત કરી

વ્હાઇટ હાઉસે વાટાઘાટો અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે, જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકી પુતિનના ઈરાદા અંગે શંકાસ્પદ છે. આ કોલ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે યુક્રેનિયન સૈનિકો અને ટેન્કોએ રશિયાના બેલ્ગોરોડ પ્રદેશ પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ વાતચીતને યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×