Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Thailand : થાઈલેન્ડના ઈતિહાસના સૌથી યુવા મહિલા વડાપ્રધાન કોણ છે?

થાઇલેન્ડમાં સૌથી યુવા મહિલા વડાપ્રધાન બની પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.   Thailand new PM : ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે 38 વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ(Thailand...
thailand   થાઈલેન્ડના ઈતિહાસના સૌથી યુવા મહિલા વડાપ્રધાન કોણ છે
  1. થાઇલેન્ડમાં સૌથી યુવા મહિલા વડાપ્રધાન બની
  2. પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે
  3. શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

Advertisement

Thailand new PM : ભારતના દક્ષિણ ભાગમાં હિંદમહાસાગરમાં આવેલા ટાપુ દેશ થાઇલેન્ડની સંસદે 38 વર્ષની પટોંગટાર્ન શિનાવાત્રાને વડાપ્રધાન પદ(Thailand new PM) માટે પસંદગી કરી છે. આ સાથે જ શિનાવાત્રા નાની વયે પીએમ પદની મોટી જવાબદારી સંભાળનાર નેતા બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર તે થાઇલેન્ડના પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાની પુત્રી છે.

Advertisement

આ સાથે જતે શિનાવાત્રા પરિવારમાંથી થાઇલેન્ડની બાગડોર સંભાળનાર 3 જી નેતા બની છે. અગાઉ પિતા થાકસિન અને ચાચી યિંગલૂક શિનાવાત્રા વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. યિંગલૂક પછી પટોંગટાર્ન થાઇલેન્ડનું પીએમ પદ સંભાળનારી બીજી મહિલા છે. તે થાઇલેન્ડની સતારુઢ પાર્ટી ફેઉ થાઇની નેતા છે. જો કે તે સાંસદ તરીકે ચુંટાયેલી નથી પરંતુ થાઇલેન્ડના બંધારણ મુજબ સાંસદ હોવું જરુરી નથી.

Advertisement

સંસદમાં તેના સમર્થનમાં310 મત પડયા હતા જયારે 145 સદસ્યોએ વિરુધમાં મત આપ્યા હતા. 27 સાંસદોએ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. ગત બુધવારે થાઇલેન્ડની સંવૈધાનિક અદાલતે પીએમ શ્રેથા થાવિસિનને કેબિનેટ સદસ્યોની નિમણુંકમાં નૈતિકતાનું પાલન નહી કરવા બદલ પદથી હટાવી દીધા હતા. આવી પરિસ્થિતિમાં 38 વર્ષની પૈટોંગર્ટાન શિનાવાત્રા માટે વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો બન્યો હતો.

થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે.

સિનાવાત્રા થાઈ રાજકારણી અને ઉદ્યોગપતિ છે. તેનો જન્મ 21 ઓગસ્ટ 1986ના રોજ બેંગકોકમાં થયો હતો. તેણીએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને હાઈ સ્કૂલ માટે મેટર દેઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 2008 માં ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન ફેકલ્ટીમાંથી રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. યુનિવર્સિટી ઓફ સરેમાંથી ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટમાં એમએસસીની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે બ્રિટન પણ ગઇ હતી.20 માર્ચ 2022 ના રોજ ફેઉ થાઈ પાર્ટીની મીટિંગમાં, પટોંગટાર્નને "ફેઉ થાઈ પરિવારના વડા તરીકે વરણી કરવામાં આવી હતી.

નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર

2023ની સામાન્ય ચુંટણી દરમિયાન થયેલા ઓપિનિયન પોલમાં વડાપ્રધાન પદ માટે સૌથી પસંદગીની ઉમેદવાર હતી. જો કે એપ્રિલ 2023માં ચુંટણી પછી શ્રીથા થવીસિનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. થાઇલેન્ડના જાણીતા એસેટ કોર્પોરેશનમાં સૌથી વધુ શેર ધરાવે છે. તે થાઇકોમ ફાઉન્ડેશનની ડિરેકટર પણ છે. તે નાની મોટી 21 જેટલી કંપનીઓમાં મોટા હોદ્દા પર છે.

Tags :
Advertisement

.